(Source: ECI/ABP News/ABP Majha)
Flipkart પર શરુ થયો ધમાકેદાર સેલ,સ્માર્ટફોન પર મળી રહી છે શાનદાર છૂટ
ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર 13 ઓગસ્ટ, 2024થી જેકપોટ ડે સેલ 2024 શરૂ થઈ ગયો છે. આ સેલ 15મી ઓગસ્ટ 2024 સુધી ચાલશે.
Flipkart Sale 2024: ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર 13 ઓગસ્ટ, 2024થી જેકપોટ ડે સેલ 2024 શરૂ થઈ ગયો છે. આ સેલ 15મી ઓગસ્ટ 2024 સુધી ચાલશે. આ સેલમાં તમને હજારોના ડિસ્કાઉન્ટ સાથે સ્માર્ટફોન ખરીદવાની તક મળી રહી છે. આ સેલમાં તમે સેમસંગ, પોકો અને મોટોરોલાના સ્માર્ટફોન સસ્તામાં ખરીદી શકો છો. ચાલો જાણીએ કે કયા સ્માર્ટફોન પર કેટલી છે ઓફર.
Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ પર સસ્તા ભાવે ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનને 24,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનની અસલી કિંમત 27999 રૂપિયા છે અને તેના પર 10 ટકા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ફોન પર તમને 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
એટલું જ નહીં, આ સ્માર્ટફોન પર યૂઝર્સને Flipkart Axis Bank કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મોટોરોલાનો આ સ્માર્ટફોન Qualcomm ના Snapdragon 7s Gen 2 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં કર્વ્ડ ડિસ્પ્લે છે. આ ફોન 50MP પ્રાઈમરી કેમેરા સાથે આવે છે. સેલ્ફી માટે ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા છે.
Samsung Galaxy A15 5G
આ સેલમાં Samsung Galaxy A15 5G સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. HDFC કાર્ડથી આ સ્માર્ટફોન માટે પેમેન્ટ કરવા પર તમને 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે એક્સિસ બેંકના કાર્ડ દ્વારા ખરીદવામાં આવે તો તમને 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
સેમસંગના આ સ્માર્ટફોનમાં MediaTekનું Dimensity 6100+ પ્રોસેસર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન 6.5 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા સેટઅપ છે.
Poco M6 Plus 5G
ફ્લિપકાર્ટના આ સેલમાં Poco M6 Plus 5G સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. HDFC, ICICI અને SBI કાર્ડ દ્વારા આ સ્માર્ટફોન ખરીદવા પર તમને એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે Poco M6 Plus 5G સ્માર્ટફોન Snapdragon 4 Gen2 AE પ્રોસેસરથી સજ્જ છે. આ સ્માર્ટફોન 108MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે. સેલ્ફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર 13 ઓગસ્ટ, 2024થી જેકપોટ ડે સેલ 2024 શરૂ થઈ ગયો છે. આ સેલ 15મી ઓગસ્ટ 2024 સુધી ચાલશે.
9,999 રુપિયામાં લોન્ચ થયો Realme C63 5G સ્માર્ટફોન, મળશે આ શાનદાર ફિચર્સ