![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ ગોતામાં વહુએ કરી સાસુની હત્યા, ગર્ભવતી આરોપી મહિલાની ધરપકડ કરાઇ
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના રોયલ હોમ્સ એપાર્ટમેંટમા પુત્રવધૂએ સાસુની નિર્મમ હત્યા કરી નાખી હતી. 10 મહિના પહેલાં જ અગ્રવાલ પરિવારમાં પુત્રવધૂ બનીને આવેલી નિકિતાને તેની સાસુ રેખાબહેન સાથે અવાર-નવાર ઝઘડો થતો. ગઈકાલે રાત્રે પતિ દીપક જ્યારે ઘરે ન હતો એ સમયે નિકિતા અને રેખાબહેન વચ્ચે થયો ઉગ્ર ઝઘડો થયો હતો. પાડોશીઓએ પણ દરવાજો ખટખટાવ્યો. પણ કોઈએ દરવાજો ન ખોલ્યો. બાદમાં અચાનક અવાજ શાંત થઈ ગયો.. પાડોશીઓને લાગ્યું કે ઝઘડો બંધ થઈ ગયો.. પણ અસલમાં ઘરની અંદર નિકિતાએ રેખાબહેનને લોખંડના સળિયાના ઘા મારી કરી નાંખી હતી હત્યા. એટલું જ નહીં પુરાવાનો નાશ કરવા નિકિતાએ તો સાસૂની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો.. જેમાં તેના હાથ પણ દાઝી ગયા હતા. આ સમયે પતિ ઘરે આવતા રૂમ અંદરથી લૉક થઈ ગયું હોવાનું કહી નિકિતાએ અઢી કલાક સુધી તો દરવાજો જ ન ખોલ્યો. અંતે સીડીના સહારે પતિ ઘરમાં પ્રવેશતા જ માની લોહીલુહાણ હાલતમાં લાશ જોતા જ આખો મામલો સમજાયો.મૂળ રાજસ્થાનનો અગ્રવાલ પરિવાર 6 મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હતો. નિકિતાના સસરાને કોરોના થયો હોવાથી હોસ્પિટલમાં દાખલ છે.. સાસુની હત્યાને લઈ સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી હતી. નિકિતા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું હતું.
![Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/b1b12178a82a0d620d2079e44775487b1720265726869922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Ahmedabad Rath Yatra 2024 | ભગવાન જગન્નાથે ધારણ કર્યા સુવર્ણ આભૂષણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/8321f8ccb0ee1a39c96abff6cc8887d3172026385029773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Rahul Gandhi Gujarat Visit | રાહુલ ગાંધી કેમ નહીં મળી શકે જેલમાં બંધ કોંગ્રેસના કાર્યકરોને?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/34ce0d77ad74b91b15d99d7a6575b5ff17202589614791012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rahul Gandhi | રાહુલ ગાંધીનો ગુજરાતમાં હુંકાર | કોંગ્રેસની ઓફિસ તોડી એમ તેમની સરકાર તોડીશું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/457c13c803eb97ed9be56f6062851b8517202567000751012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![VHP Protest | Rahul Gandhi Gujarat Visit | રાહુલનો વિરોધ કરી રહેલા VHPના કાર્યકરોની અટકાયત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/fb0d6c8cc02f22633e0d1cbe049769d717202554040581012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)