(Source: ECI/ABP News/ABP Majha)
Vav By Election Result 2024 : ચૂંટણી પરિણામો વચ્ચે ગેનીબેનનો હુંકાર, આજે કમળ પર ગુલાબનો ઘા થશે
Vav By Election Result 2024 : ચૂંટણી પરિણામો વચ્ચે ગેનીબેનનો હુંકાર, આજે કમળ પર ગુલાબનો ઘા થશ
વાવની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. વાવ બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ સાંસદ તરીકે ફરજ નિભાવતા ગેનીબેન ઠાકોરે હુંકાર કરતા કહ્યું હતું કે, "જય ધણીધર ભગવાન, જય કૃષ્ણ કનૈયા! આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે. વાવ વિધાનસભાના મતદારો કાયમી અમારા સુખ-દુઃખના ભાગીદાર રહ્યા છે. અમે એમની સાથે કાયમી નાના-મોટા તમામ કામો સાથે મળીને કર્યા છે. એક પરિવાર તરીકેની જે અમારી ભાવનાઓ કાયમી એમની સાથે રહી છે. એટલે પરિવાર એ એકાબીજાને કોઈપણ કાર્યની અંદર મદદરૂપ થતા હોય છે. અમે ચૂંટણી લડતા હતા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબભાઈ ચૂંટણી લડ્યા. પાર્ટી એમને મેન્ડેટ આપ્યું, એટલે આજે કમળ ઉપર ગુલાબનો ઘા થશે."
"આ વાવ તાલુકામાંથી લીડ મળશે, કેમ કે એમનો પોતાનો હોમ ગ્રાઉન્ડ છે અને ત્યાં એમનો સમાજ વધારે છે. વાવ અને સોયગામમાં કોંગ્રેસને જે માનવા વાળો જે વોટર્સ છે, એ પણ ઠાકોર કેન્ડિડેટ હોવાના નાતે કાયમી ભાભર તાલુકાની અંદર મને 10-12-15 ની લીડ મળતી. પણ આ વખતે જે 80,000 જેટલા ઠાકોર સમાજના વોટર્સ છે, એમાં પાભર તાલુકામાં જ 50,000 થી વધારે છે. એટલે ક્યાંકને ક્યાંક ઠાકોર સમાજના કેન્ડિડેટ તરીકે સામે ભારતીય જનતા પાર્ટીના હોવાથી કદાચ ભાભર તાલુકાની અંદર કોંગ્રેસને લીડ નહીં મળે. થોડા ઘણી માઇનસ થશે, પણ વાવ અને સોયગામની અંદર સારી એવી લીડ કોંગ્રેસ પાર્ટીને મળશે."