શોધખોળ કરો
Advertisement
જ્હોન અબ્રાહમે બોલિવૂડના કયા અભિનેતાને BMWની બાઈક ગિફ્ટમાં આપી, જાણી બાઈકની કિંમત
જ્હોને તેના સાથી કલાકાર અરશદ વારસીને ભેટમાં BMW F750 GS બાઈક આપી છે. ભારતીય માર્કેટમાં આ બાઈકની કિંમત 11.95 લાખ રૂપિયાથી લઈ 13.40 લાખ રૂપિયા વચ્ચે બતાવવમાં આવી રહી છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમનો બાઈક પ્રેમ જગ જાહેર છે. જોન અબ્રાહમના ચાહકો જાણે છે કે, જોનને સુપરબાઈક્સ કેટલી ગમે છે. જ્હોન માત્ર બાઈક રાઈડ કરવાનો જ શોખીન નથી પરંતુ તે તેના મિત્રોને ઘણી વખત બાઈક્સ ગિફ્ટ પણ આપતો હોય છે. જ્હોને તેના સાથી કલાકાર અરશદ વારસીને ભેટમાં BMW F750 GS બાઈક આપી છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ બાઈકની વાત કરીએ તો, કંપનીએ આ બાઈકમાં 853cc ક્ષમતાવાળુ પેરલલ ટ્વીન એન્જિન આપ્યું છે. જે 77bhpની પાવર અને 83Nmનો ટોર્ક જેનરેટ કરે છે. આ બાઈકને કંપનીએ પહેલીવાર ઓટો એક્સપો 2018માં લોન્ચ કરી હતી. હાલ ભારતીય માર્કેટમાં આ બાઈકની કિંમત 11.95 લાખ રૂપિયાથી લઈ 13.40 લાખ રૂપિયા વચ્ચે બતાવવમાં આવી રહી છે. જોકે, બાઈકની કિંમત અલગ-અલગ વેરિએન્ટ પર નિર્ભર કરે છે.
અરસદ વારસીએ સોશિયલ મીડિયા પર બાઈક સાથે એક તસવીર પોસ્ટ કરીને જ્હોન અબ્રાહમનો આભાર માન્યો હતો. જ્હોન અબ્રાહમ અને અરસદ વારસી બંને અનીસ બઝ્મી દ્વારા ડાયરેક્ટ કરેલ ફિલ્મ ‘પાગલપંતી’માં સાથે કામ કર્યું હતું. જે ગત વર્ષ નવેમ્બર મહિનામાં રિલીઝ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement