મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ થતાં ગિન્નાઇ આ હૉટ એક્ટ્રેસ, બોલી- ચૂંટણીઓને બમ્પર સેલ જ લગાવી દો....
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર (Swara Bhasker) ગુસ્સે ભરાઇ ગઇ છે, અને તેને એક ખાસ ટ્વીટ કર્યુ છે. તેને આ મુદ્દા પર પોતાનો મત આપ્યો છે
Swara Bhasker On Maharastra Politics: મહારાષ્ટ્રમાં રાજકીટ સંકટ વધુને વધુ ઘેરાતુ જાય છે. આ સ્થિતિને જોઇને બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર (Swara Bhasker) ગુસ્સે ભરાઇ ગઇ છે, અને તેને એક ખાસ ટ્વીટ કર્યુ છે. તેને આ મુદ્દા પર પોતાનો મત આપ્યો છે, તેને કહ્યું કે હવે ચૂંટણીઓની એક બમ્પર સેલ જ લગાવી દો. તેને આ ગુસ્સે રાજકીટ સંકટ ઉભુ થવા પર સરકાર પર કાઢ્યો છે.
સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને કાઢ્યો ગુસ્સો -
સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યુ છે જેમાં તેને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ગુસ્સો ઠાલવ્યો છે, તેને પોતાના ટ્વીટમાં લખ્યું - આપણે મત આપીએ છીએ જ શા માટે... ચૂંટણીઓને જગ્યાએ બમ્પર સેલ લગાવી દો દર 5 વર્ષ...#MaharashtraPoliticalTurmoil.......
What an unrelenting s**tshow! Hum vote detey hi kyun Hain.. Elections ki jagah ‘Bumper Sale’ lagaa doh har 5 saal.. #MaharashtraPoliticalTurmoil
— Swara Bhasker (@ReallySwara) June 22, 2022
Maharashtra Political Crisis: ઉદ્વવ ઠાકરેની સરકાર જશે કે બચશે ? જાણો શું કહે છે સીટોનું સમીકરણ
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉદ્વવ સરકાર (Uddhav Government) પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. જે રીતે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધી રહી છે, તેનાથી એવો સવાલ લોકોના મનમાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને ચાલી રહેલા ઉદ્વવ સરકાર બચશે કે પડી જશે ?
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિન્દે (Eknath Shinde) એ દાવો કર્યો છે કે ગૌહાટીમાં 39 ધારાસભ્યો ત્યાં તેમની સાથે હાજર છે, અને તેમને 45 થી 50 ધારાસભ્યોનુ સમર્થન મળી શકે છે. એકબાજુ જ્યાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યો, જે ગૌહાટીમાં છે, તેની સંખ્યામાં વધારો થવાનો છે. વળી બીજીબાજુ ઉદ્વવ ઠાકરે અને શરદ પવાર સરકાર બચાવવાની પુરેપુરી કોશિશ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે અટકળો લગાવવામાં આવી રહી છે કે બીજેપી અને શિન્દેની વચ્ચે નવા સમીકરણ પર વાતચીત થઇ શકે છે. જાણો શું કહે છે સીટોનુ સમીકરણ.......
શું કહે છે સીટોનુ સમીકરણ -
મહારાષ્ટ્ર વિધાનસભામાં સભ્યોની સંખ્યા 287 છે, બહુમતી માટે 144 સીટોનુ સમર્થન હોવુ જરૂરી છે. મહાવિકાસ અઘાડી સરકારને 169 ધારાસભ્યોનુ સમર્થન હાંસલ છે. વળી, વિપક્ષની પાસે 113 ધારાસભ્યો છે, જેમાં બીજેપીના 106, આરએસપીનો 1, જેએસએસનો 1 અને 5 અપક્ષ ધારાસભ્ય સામેલ છે. આ બધાની વચ્ચે એકનાથ શિન્દે 30 ધારાસભ્યો લઇને બીજેપીમાં જાય છે, તો ઉદ્વવ ઠાકરે સરકાર અલ્પમતમાં આવી શકે છે. હાલમાં શિવસેનાની પાસે વિધાનસભામાં માત્ર 20 ધારાસભ્યો જ બચ્યા છે, પહેલા શિવસેનાની પાસે 55 ધારાસભ્યો હતા, પરંતુ હવે માત્ર 20 ધારાસભ્યો જ તેમના સમર્થનમાં બચ્યા છે.
વળી, બીજીબાજુ જોઇએ તો NCP પોતાના 53 ધારાસભ્યોને જોડી રાખવામાં સફળ થઇ છે. તો કોંગ્રેસ તરફથી કમલનાથે મોરચો સંભાળ્યો છે, અને તે પણ પોતાના 44 ધારાસભ્યોને હાલ એકજૂથ રાખવામાં સફળ રહી છે. વળી બીજા ગૃપમાં બીજેપીના 106 ધારાસભ્યો છે, જે આ સમયે અલગ રીતની રાજનીતિ બનાવવામાં જોડાયા છે. શિન્દેની સાથે ગૌહાટીની રેડિશન બ્લૂ હૉટલમાં હાલ બીજેપીના 35 ધારાસભ્યો છે, જોકે, મળેલી જાણકારી અનુસાર બીજા કેટલાય ધારાસભ્યો પણ જલદી જૉઇન કરી શકે છે.
શિન્દોનો દાવો છે કે, લગભગ 46 થી 50 ના ધારાસભ્યોનુ સમર્થન રહેશે, વળી, અન્ય 20 ધારાસભ્યોના સમર્થનની સાથે જ સરકાર વિરુદ્ધ આ આંકડો 161 પર પહોંચી જાય છે, અને સરકારની સાથે પહોંચી જાય છે 117 ધારાસભ્યોનુ સમર્થન અને સરકાર બનાવવા માટે 144 નો આંકડો જોઇએ છે.