ગુજરાતમાં આ બીમારીએ વધારી ચિંતા, 5 બાળકોના મોતથી હડકંપ, જાણો રોગના લક્ષણો અને બચાવના ઉપાય
ચાંદીપુરા વાયરસનો ચેપ ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ફેલાયો છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે 5 બાળકોના મોત થયા છે
ગુજરાતમાં ચાર બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે. એવી આશંકા છે કે આ બાળકોના મોત વાયરસના કારણે થયા છે. હાલમાં રાજસ્થાનના બે બાળકો હોસ્પિટલમાં દાખલ છે. આ બંને બાળકો પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું જણાય છે. ગુજરાતના આરોગ્ય અધિકારીઓએ રાજસ્થાનના અધિકારીઓ સાથે કેસ સંબંધિત માહિતી શેર કરી છે.
ચાંદીપુરા વાયરસનો ચેપ ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ફેલાયો છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે 5 બાળકોના મોત થયા છે. જોકે હજુ સુધી વાયરસની પુષ્ટિ થઈ નથી. બે બાળકો ગંભીર રીતે બીમાર છે. બંને બાળકો હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ તાવનું કારણ બને છે, જેના લક્ષણો ફ્લૂ જેવા હોય છે. જેના કારણે મગજમાં સોજો આવે છે. આ વાયરસ મચ્છર, માખીઓ અને જંતુઓ દ્વારા ફેલાય છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુર ગામમાં વર્ષ 1966માં 15 વર્ષ સુધીના બાળકોના મોત થવા લાગ્યા હતા. આ મૃત્યુ વાયરસના કારણે થયા હોવાનું બહાર આવ્યું છે. ત્યારથી આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું.
નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 10 જુલાઈના રોજ ચાર બાળકોના મોત બાદ આ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોને શંકા હતી કે, આ બાળકોના મોત ચાંદીપુરા વાયરસના કારણે થયા છે. હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું જણાય છે.
ચાંદીપુરા બીમારીના લક્ષણો
હોસ્પિટલમાં દાખલ બંને બાળકો રાજસ્થાનના છે.
અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાના અને બે પડોશી અરવલી જિલ્લાના હતા. એક બાળક રાજસ્થાનનો હતો. હોસ્પિટલમાં દાખલ બંને બાળકો પણ રાજસ્થાનના છે. ગુજરાતના આરોગ્ય અધિકારીઓએ રાજસ્થાનના અધિકારીઓને આ અંગે એલર્ટ કરી દીધા છે.
બચાવ માટે શું કરશો?
- આસપાસ સ્વસ્થતા જાળવા
- આ બીમારી રેતની માખીથી થાય છે
- આ માટે આંખી બાયના કપડાં પહેરો
- રેતની માખીને દૂર કરવા જંતુનાશક દવા છાંટો
- લાંબી બાંયના શર્ટ અને લાંબા પેન્ટ પહેરો,
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )