World Autism Awareness Day 2023: શું છે ઓટીઝમનો ઈતિહાસ, કેવી રીતે થઈ હતી તેની શરૂઆત, શું છે તેના લક્ષણ, જાણો સમગ્ર વિગત
World Autism Awareness Day 2023: ઓટીઝમ અથવા ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે ASD એ મગજનો રોગ છે.
World Autism Awareness Day 2023: દર વર્ષે 2 એપ્રિલે, વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ઓટીઝમ અથવા ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે ASD એ મગજનો રોગ છે.
આ રોગ મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે. સાથે જ તેની ખબર પડવી પણ અઘરી છે. જો કોઈ બેથી ત્રણ વર્ષનું બાળક હોય તો તેનામાં આ રોગના લક્ષણો જલ્દી જોવા મળતા નથી.
વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસનો ઇતિહાસ
યુનાઈટેડ નેશન્સ જર્નલ એસેમ્બલીએ 1 નવેમ્બર 2007ના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ મનાવવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. તેને 18 ડિસેમ્બર 2007ના રોજ એસેમ્બલી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.
વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસનું મહત્વ
વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા નિયુક્ત સાત સત્તાવાર આરોગ્ય વિશેષ દિવસોમાંનો એક છે, જે વાર્ષિક ધોરણે મનાવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરની ઓટીઝમ સંસ્થાઓને પણ સાથે લાવે છે જે તેની સાથે રહેતા લોકો માટે સંશોધન, નિદાન, સારવાર અને સ્વીકૃતિ જેવી બાબતોને સમર્થન આપવા માટે કામ કરે છે.
આ ઓટીઝમના લક્ષણો છે
જો કે આ રોગના લક્ષણો વહેલા દેખાતા નથી. પરંતુ બાળકો આ રોગમાં અન્ય લોકો સાથે ઝડપથી આંખનો સંપર્ક કરી શકતા નથી, તેઓ કોઈનો અવાજ સાંભળ્યા પછી પણ જવાબ આપતા નથી, ભાષા શીખવામાં અને સમજવામાં મુશ્કેલી થાય છે, તેઓ તેમનામાં મગ્ન રહે છે. સામાન્ય બાળકો કરતા અલગ દેખાય છે.. આ સહિતના ઓટીઝમના લક્ષણો છે.
આ રંગો ઓટીઝમની ખાસ ઓળખ છે
ઓટીઝમ એક પ્રકારનો રોગ છે, જે વહેલો બહાર આવતો નથી. તેમજ વાદળી રંગને ઓટીઝમનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે દર વર્ષે આ દિવસે મુખ્ય ઐતિહાસિક ઈમારતોને પણ વાદળી રોશનીથી શણગારવામાં આવે છે.
Disclaimer: સંબંધિત લેખ વાચકની માહિતી અને જાગૃતિ માટે છે. લેખમાં આપવામાં આવેલી માહિતી અંગે ABPLive.com ન તો કોઈ દાવો કરે છે અને ન તો જવાબદારી લે છે. અમે તમને આ અંગે તબીબી સલાહ લેવા નમ્ર વિનંતી કરીએ છીએ. અમારો હેતુ માત્ર તમને માહિતી આપવાનો છે.
SRK Family Pics: ગૌરી, આર્યન અને સુહાના સાથે જોવા મળ્યો શાહરૂખ ખાન, પઠાણનો આ ફોટો મિનિટોમાં વાયરલ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )