શોધખોળ કરો

Gujarat Coronavirus : અમદાવાદમાં કોરોના વકરતા ખુટી પડી પથારીઓ, રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?

આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પથારીઓનો વધારો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. અત્યારે અમદાવાદની મંજુશ્રી કિડની હોસ્પિટલમાં 418 પથારીની વ્યવસ્થા કરી હતી. સંક્રમણ વધતાં સિવિલ હોસ્પિટલને મેનેજમેન્ટને સોંપાયું છે. વધુ 208 પથારીની વ્યવસ્થા મંજુશ્રી હોસ્પિટલમાં કરાશે. પાંચથી 6 દિવસમાં  આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ કાળો કેર વર્તાવ્યો છે. અમદાવાદ(Ahmedabad)માં પણ કોરોનાની વિકટ પરિસ્થિત ઉભી થઈ છે અને શહેરમાં કોરોનાના દર્દીઓ માટે પથારીઓ ખુટી પડતાં સરકાર હરકતમાં આવી છે અને અમદાવાદમાં લોકોને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં પથારી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દોડી આવ્યા હતા અને અધિકારીઓ સાથે મીટિંગ પછી અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે પથારીઓ વધારી હોવાનું જણાવ્યું હતું. 

આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પથારીઓનો વધારો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. અત્યારે અમદાવાદની મંજુશ્રી કિડની હોસ્પિટલ(Manjushree Kidney Hospital)માં 418 પથારીની વ્યવસ્થા કરી હતી. સંક્રમણ વધતાં સિવિલ હોસ્પિટલને મેનેજમેન્ટને સોંપાયું છે. વધુ 208 પથારીની વ્યવસ્થા મંજુશ્રી હોસ્પિટલમાં કરાશે. પાંચથી 6 દિવસમાં  આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 

અમદાવાદની એસવીપી હોસ્પિટલ (SVP hospital)ની 1000 પથારીની કેપેસિટી છે. 500 પથારી કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી હતી. હવે વધુ 500 પથારી વધારાશે. તાત્કાલિક અન્ય રોગની સારવાર બંધ કરાશે. તબક્કાવાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તેમજ આખી એસવીપીમાં કોવિડના જ દર્દીઓની જ સારવાર કરાશે. તમામ પથારીઓ કોરોના માટે ઉપલબ્ધ કરાવાશે. 

શહેરની એસએમસ મેડિકલ કોલેજ (SMS medical collage)માં 240 પથારી રાજ્ય હસ્તક લેવામાં આવી છે. ગુજરાત કેન્સર હોસ્પિટલમાં 160 પથારી રાજ્ય સરકાર હસ્તક લેવામાં આવી છે. યુએન મહેતા હોસ્પિટલ(UN Mehta hospital)માં 130 બેડની વ્યવસ્થા કરાશે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કેન્સર હોસ્પિટલ (Cencer Hospital)માં 175 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300માંથી 31 વેન્ટિલેટર સિવિલમાં ખાલી છે. 

શહેરમાં સૌથી વધુ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન (Micro Contentment zone) છે. એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જોકે, બીજી તરફ 12 માઈક્રો કન્ટેમેન્ટ ઝોન હટાવવામાં આવ્યા છે. 

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ વેસ્ટન પાર્કના 280 મકાનો માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આખી સોસાયટીને નિયંત્રિત ઝોનમાં મૂકવામાં આવી છે. 1000 લોકો આ સોસાયટીમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં છે. કુલ 288 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન શહેરમાં છે. 

પૂર્વમાં મણિનગર, સરસપુર, ઇન્દ્રપુરી, ખોખરા, નિકોલમાં માઇક્રો કન્મેન્મેન્ટ છે. જ્યારે પશ્વિમમાં જોધપુર, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને નવા રાણીપમાં સૌથી વધુ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે. 

અમદાવાદમાં કોરોનાની લહેર ઘાતક બની છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેટ રાકેશ જોશીનું કહેવું છે કે અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાકેશ જોશીના અનુસાર હાલના તબક્કે સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. જેને લઈ કહી શકાય કે અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. રાકેશ જોશીનું કહેવું છે કે માસ્ક અને વેક્સીન જ કોરોના સામે રક્ષણ આપી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Embed widget