ITR: Form 16 વિના પણ તમે ફાઇલ કરી શકો છો ITR, જાણો તેની સંપૂર્ણ ડિટેઇલ્સ ?
જો કે, તમારી પાસે ફોર્મ 16 ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 31 જુલાઈ 2023 ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં જો તમે હજી સુધી તમારું ITR ફાઇલ કર્યું નથી, તો શક્ય તેટલી વહેલી તકે ફાઇલ કરો. નોંધનીય છે કે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર હોય છે. ITR ફાઇલ કરતી વખતે નોકરિયાત લોકો માટે ફોર્મ 16 ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોકરી કરતા લોકોને તેમની ઓફિસ દ્વારા ફોર્મ 16 આપવામાં આવે છે. જો કે, એવું જોવામાં આવે છે કે જે કર્મચારીઓની કરપાત્ર આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધી નથી તેઓ તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 મેળવતા નથી.
જો કે, તમારી પાસે ફોર્મ 16 ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તેના વિના પણ તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. નિષ્ણાતો કહે છે કે તમે ફોર્મ 16 વગર પણ તમારી ITR ફાઇલ કરી શકો છો. ફોર્મ 16 ટેક્સ કાપનાર અને જેનો ટેક્સ કપાવવાનો છે તેના વચ્ચે TDS અને TCSની વિગતો આપે છે. આ ઉપરાંત, તે વિવિધ ભથ્થાં અને કપાતની સાથે પગારના સ્વરૂપમાં પ્રાપ્ત આવક વિશે પણ જણાવે છે. નિયમ મુજબ, કંપનીઓ, ઓફિસો અથવા નોકરીદાતાઓએ દર વર્ષે 15 જૂન અથવા તે પહેલાં ફોર્મ 16 જાહેર કરવાનું હોય છે.
બે ભાગમાં હોય છે ફોર્મ 16
નોંધનીય છે કે ફોર્મ 16 ના બે ભાગ છે. ભાગ A માં ઓફિસ અથવા કંપની દ્વારા કર્મચારીઓના પગારમાંથી કેટલાંક ટેક્સની માસિક કપાત વિશે વિગતો છે. જ્યારે તેના ભાગ Bમાં ઓફિસ દ્વારા આપવામાં આવતા પગારની સાથે અન્ય કોઈ આવક અને તેના પર કાપવામાં આવેલ ટેક્સની વિગતો હોય છે. ચાલો હવે જાણીએ કે આપણે ફોર્મ 16 વગર ITR કેવી રીતે ફાઇલ કરી શકીએ.
જો તમારી પાસે ફોર્મ 16 નથી તો તમે ફોર્મ 26AS સાથે તમારી સેલરી સ્લિપ દ્વારા ITR ફાઇલ કરી શકો છો. કોઇ પણ વ્યક્તિ TRACES વેબસાઇટ પરથી અથવા અધિકૃત બેંકની નેટ બેંકિંગ દ્વારા ફોર્મ 26AS ડાઉનલોડ કરી શકે છે. સેલરી સ્લિપમાં વેતનની સાથે તમામ ટેક્સ કપાતની વિગતો હોય છે. આ સિવાય કરદાતાઓએ એ પણ તપાસવું જોઈએ કે વધારાની આવક, HRA પર દાવો કરાયેલી કપાત, કલમ 80C અને 80D હેઠળની કપાત અને અન્ય વિગતોની પણ ગણતરી કરવામાં આવી હોય. જો ગ્રોસ ઇન્કમ, ટોટલ ડિડક્શન અને ટોટલ TDSની રકમ એ છે જે ફોર્મ 26AS માં બતાવ્યા પ્રમાણેની સમાન હોય તો કરદાતાઓ ફોર્મ 16 વિના તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે.
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
