Kotak Mahindra Bank: કોટક મહિન્દ્રા બેન્ક વિરુદ્ધ RBIની મોટી કાર્યવાહી, જાણો શું લગાવ્યા નિયંત્રણો?
Kotak Mahindra Bank:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેન્ક સામે મોટી કાર્યવાહી કરી છે.
RBI On Kotak Mahindra Bank: બેન્કિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેન્ક સામે મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેન્કને ઓનલાઈન અથવા મોબાઈલ બેન્કિંગ ચેનલો દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય આરબીઆઈએ કોટક બેન્કના નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જો કે, આરબીઆઈએ કહ્યું કે કોટક મહિન્દ્રા બેન્ક તેના વર્તમાન ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તમામ સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
Reserve Bank of India has today directed Kotak Mahindra Bank Limited to cease and desist, with immediate effect, from onboarding new customers through its online and mobile banking channels and issuing fresh credit cards.
— ANI (@ANI) April 24, 2024
These actions are necessitated based on significant… pic.twitter.com/ccMz1EJRlI
આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે 2022 અને 2023 માટે ભારતીય રિઝર્વ બેન્કની આઈટી પરીક્ષામાં અનેક પ્રકારની ચિંતાઓ ઉભી કરવામાં આવી હતી અને બેન્ક નિર્ધારિત સમયની અંદર આ ચિંતાઓને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે રોબસ્ટ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કના અભાવને કારણે બેન્કની કોર બેન્કિંગ સિસ્ટમ અને તેની ઓનલાઈન અને ડિજિટલ બેન્કિંગ ચેનલોએ છેલ્લા બે વર્ષમાં વારંવાર આઉટેજનો સામનો કરવો પડ્યો છે. 15 એપ્રિલ, 2024 ના રોજ પણ સેવાઓ અટકાવી દેવામાં આવી હતી જેના કારણે બેન્ક ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, કોટક મહિન્દ્રા બેન્ક તેના ગ્રોથની સાથે તેની IT સિસ્ટમ્સ અને કંન્ટ્રોલના ઓપરેશનલ તાકાત આપવામાં નિષ્ફળ રહી છે. છેલ્લા બે વર્ષથી RBI સતત આઇટી સિસ્ટમને મજબૂત કરવા અને આ સમસ્યાઓને દૂર કરવા બેન્કના ટોચના મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે પરંતુ પરિણામ સંતોષકારક આવ્યું નથી.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેન્કના ડિજિટલ ટ્રાન્જેક્શનના વોલ્યૂમમાં જોરદાર વધારો થયો છે જેમાં ક્રેડિટ કાર્ડથી સંબંધિત ટ્રાન્જેક્શન પણ સામેલ છે. આનાથી આઈટી સિસ્ટમ પર ભારણ વધી ગયું છે. આ કારણોસર ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બેન્ક પર વ્યાપાર નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને લાંબા ગાળાના આઉટેજને અટકાવી શકાય કારણ કે આનાથી માત્ર બેન્કની ગ્રાહક સેવાઓ જ નહીં પરંતુ તેની નાણાકીય કામગીરીને પણ અસર થશે. ડિજિટલ બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમના ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમને પણ આંચકો લાગશે.