Zomatoના શેરમાં આવી અચાનક તોફાની તેજી, રોકાણકારો થઈ ગયા માલામાલ, જાણો ઉછાળાનું કારણ
Zomato એ નાણાકીય વર્ષ 2025 ના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે, જે હેઠળ કંપનીએ રેકોર્ડ બ્રેક નફો કર્યો છે. કંપનીએ એક્સ્ચેન્જને જણાવ્યું કે ચાલુ બિઝનેસ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેમનો નફો 12550% વધ્યો છે.
Zomato News: વાત બરાબર એક વર્ષ પહેલાની છે, જ્યારે પ્રથમ વખત ZOMATO, એક ફૂડ ડિલિવરી બિઝનેસ કંપની, ખોટમાંથી બહાર આવી અને નફાકારક બની. કંપનીનો નફો માત્ર 2 કરોડ રૂપિયા હતો, જેના પછી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મીમ્સ વાયરલ થવા લાગ્યા. કેટલાક યુઝર્સે તો Zomatoના CEO દીપેન્દ્ર ગોયલને સલાહ પણ આપી હતી કે, આટલા તો તેઓ મારી પાસેથી લઈ લેત. જોકે, આજે કંપનીની કિસ્મત બદલાઈ ગઈ છે અને Zomatoએ રેકોર્ડ બ્રેકિંગ નફો નોંધાવ્યો છે.
ઝોમેટોએ ગુરુવારે નાણાકીય વર્ષ 2025 માટે તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, જે અંતર્ગત કંપનીએ રેકોર્ડ બ્રેક નફો કર્યો છે. કંપનીએ એક્સ્ચેન્જને જણાવ્યું કે ચાલુ બિઝનેસ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેમનો નફો 12550% વધ્યો છે. કંપનીનો નફો રૂ.2 કરોડથી વધીને રૂ.253 કરોડ થયો છે. કંપનીની કોન્સોલિડેટેડ કમાણી વાર્ષિક રૂ. 2416 કરોડથી વધીને રૂ. 4206 કરોડ થઈ છે.
ઝોમેટોના શેરમાં તોફાની ઉછાળો
આ દરમિયાન ઝોમેટોના શેરમાં તોફાની વધારો જોવા મળી રહ્યો છે. રેકોર્ડ બ્રેકિંગ પ્રોફિટને કારણે, બજારમાં ઘટાડા છતાં Zomatoનો શેર શુક્રવારે 16.51 ટકા વધીને રૂ. 266ને પાર કરી ગયો. છેલ્લા એક વર્ષમાં તેણે 212 ટકા રિટર્ન આપ્યું છે.
કંપનીનું EBITDA શું છે?
કંપનીએ વાર્ષિક ધોરણે ઉત્તમ EBITDA નફો કર્યો છે. ગયા વર્ષના આ ત્રિમાસિક ગાળામાં રૂ. 48 કરોડની ખોટ સામે કંપનીનો EBITDA રૂ. 177 કરોડ સુધી પહોંચી ગયો છે. કંપનીની ફૂડ ડિલિવરી કમાણી 186 કરોડ રૂપિયાથી વધીને 321 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કોમર્સની આવક રૂ. 105 કરોડની ખોટ સામે ત્રિમાસિક-દર-ક્વાર્ટરના આધારે વધીને રૂ. 43 કરોડ થઈ છે.
આટલી રહી Zomato ની આવક
વાર્ષિક ધોરણે લગભગ 74% વધી છે અને રૂ. 4,206 પર પહોંચી છે, જે ગયા નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1,416 કરોડ હતી. Zomato ગ્રોસ ઓર્ડર વેલ્યુ 53 ટકા વધીને રૂ. 15,455 કરોડ થઈ છે. બ્લિંકિટનો EBITDA રૂ. 3 કરોડનો નેગેટિવ આવ્યો છે. કંપનીએ એક વર્ષમાં 113 સ્ટોર ઉમેર્યા છે.
આવતીકાલે શેર પર અસર જોવા મળશે
છ મહિનામાં આ સ્ટૉકમાં 69.26%ની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે એક વર્ષમાં તેણે 180.71% રિટર્ન આપ્યું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ સ્ટૉકમાં 91.08%નો વધારો થયો છે. આ સમાાર લખાઈ છે ત્યારે ઝોમેટો 259 રુપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આજના દિવસનો હાઈ 278 રુપિયાનો રહ્યો છે.
(નોંધઃ શેરબજાર જોખમોને આધીન છે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા, ચોક્કસ નાણાકીય સલાહકારની મદદ લો. ABP live ક્યારેય કોઈને રોકાણ કરવાની સલાહ આપતું નથી)