Nyay Yatra: રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ, અભિનેતા રાજ બબ્બર પણ બારડોલી પહોંચ્યા
આજે ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે, આજે ન્યાય યાત્રા માંડવીથી નીકળી છે અને બારડોલી થઇને વ્યારા જવા રવાના થશે
Rahul Gandhi Nyay Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાતમાં અત્યારે ન્યાય યાત્રા ફરી રહી છે, આજે ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે, આજે ન્યાય યાત્રા માંડવીથી નીકળી છે અને બારડોલી થઇને વ્યારા જવા રવાના થશે. રાહુલ ગાંધીની સાથે અભિનેતા રાજ બબ્બર પણ યાત્રામાં જોડાશે અને બારડોલીમાં એક જાહેર સભાને સંબોધશે. ન્યાય યાત્રાને લઇને દક્ષિણ ગુજરાતમાં આજે કોંગ્રેસી કાર્યકર્તાઓને જમાવડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીની સાથે આપ નેતા ચૈતર વસાવા, કાર્યકરો અને અન્ય કોંગ્રેસી નેતાઓ પણ જોડાયા હતા. ગઇકાલે ન્યાય યાત્રા છોટા ઉદેપુર થઇને ભરુચ સુધી પહોંચી હતી.
રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે, ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હાલમાં દક્ષિણ ગુજરાતમાં ફરી રહી છે. આજે માંડવીથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા નીકળી છે, આ દરમિયાન રૂટ પર સવારે માંડવી બસ સ્ટેન્ડ ચાર રસ્તા પર ન્યાય યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. હવે બારડોલીના સરદાર ચોક પર રાહુલ ગાંધી સંબોધશે એક જાહેર સભાને સંબોધશે. બારડોલીમાં રાહુલ ગાંધીને આવકારવા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓનો મોટી સંખ્યામાં જમાવડો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાજ બબ્બર પણ બારડોલી પહોંચ્યા છે. બારડોલી પહોંચીને રાજ બબ્બરે સ્વરાજ આશ્રમની પણ મુલાકાત લીધી હતી, તેમને કહ્યું કે, ખેડૂતોને ન્યાય અપાવવા રાહુલ ગાંધી બારડોલી આવી રહ્યાં છે. આ પછી રાહુલ ગાંધી બારડોલીથી વ્યારા જવા રવાના થશે.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લીસ્ટ
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરીને આને મંજૂરી આપી દીધી છે. કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર ચૂંટણી લડશે
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. આમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયથી વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા છે.
39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
કોંગ્રેસના 39 ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના છે, જ્યારે 24 ઉમેદવારો પછાત, દલિત, આદિવાસી અને લઘુમતી સમુદાયના છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં CECની બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને લક્ષદ્વીપની લોકસભા સીટોનો સમાવેશ થાય છે. તેમાંથી હવે 39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં, બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરશે. તમને જણાવી દઈએ કે, બીજેપીએ 2 માર્ચે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપની યાદીના 5 દિવસ બાદ કોંગ્રેસની પ્રથમ યાદી આવી છે. તો યાદી જાહેર કરતા કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે જો સરકાર બનશે તો અમે તમામ વચનો પૂરા કરીશું. અમે તેલંગાણા અને કર્ણાટકમાં આને પૂર્ણ કરી રહ્યા છીએ.