Viral Video: ગીર બોર્ડર વિસ્તારમાં મકાનની અગાસી પર ચડી સાવજે કરી ગર્જના
Viral Video: સાવજની ગર્જના સાથે મોર સહિતના પક્ષીઓનો કલરવ પણ વીડિયોમાં સંભળાઈ રહ્યો છે.
Viral Video: જુનાગઢમાં ગીર બોર્ડર પરનો અદભૂત વીડિયો વાયરલ થયો છે. ચોમાસામાં વરસાદ વચ્ચે સિંહે અગાસી પર ચડી ગયો હતો. મકાનની અગાસી પર ચડી સાવજે ગર્જના કરી હતી. સાવજની ગર્જના સાથે મોર સહિતના પક્ષીઓનો કલરવ પણ વીડિયોમાં સંભળાઈ રહ્યો છે.
અમરેલીમાં વિજશોક મૂકી બે સિંહને ઉતાર્યા મોતને ઘાટ
ધારી ગીર પૂર્વની જસાધાર રેન્જના ઉટવડા ગામે વિજશોકના કારણે સિંહનું મોત નીપજ્યું છે. વાડી વિસ્તારમાં 2 ખેતમજૂર દ્વારા વિજશોક મૂકી સિંહનો મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇલેકટ્રીક શોક લાગવાના કારણે મોત થયા બાદ વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા દાખવી ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. બંને ખેતમજૂરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી બનાસકાંઠાના ડીસામાં 7.5 અને દાંતિવાડામાં 6.5 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.4 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 6 ઇંચ, સારબકાંઠાના પોસિનામાં 6 ઇંચ, મહેસાણા, દાંતા, દિયોદર સિદ્ધપુર, વલસાડ, ધરમપુર અને સતલાસણામાં 5થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમીરગઢ, કપરાડા, ઉમરગામ, ચિખલી, પારડી, વાપી, ઇડર, બેચરાજી, વડાલી, પાલનપુર, ધાનેરા, ડોલવણ, કાંકેજરેમાં 4થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નવસારી, વિસનગર, છોટાઉદેપુર, ડાંગ, ઉંઝા, જલાલપોર, ખેરાલ, માંડવી-સુરત, ભિલોડા, સુત્રાપાડા, કામરેજ, મહુવા, લખપત, ચાણસ્મા, લાખણી અને વાવમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
ભારતમાં કોરોના કેસ ઘટ્યા
ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ગઈકાલ કરતાં વધારો થયો છે. સતત બીજા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,062 નવા કેસ નોંધાયા છે અને 36 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 15,220 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,105,058 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,27,134 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,36,54,064 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 208,57,15,251 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 25,90,557 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 2.49 ટકા છે.