શોધખોળ કરો
Advertisement
આયુર્વેદના ડૉક્ટરોને લઈ મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગતે
સરકાર તરફથી 19 નવેમ્બરે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશ અનુસાર આર્યુવેદના પીજી કોર્સમાં હવે સર્જરીને પણ સામેલ કરવામાં આવશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશના ડૉક્ટરો સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે. જેનાથી મેડિકલ સાથે જોડાયેલા લોકો પણ આશ્ચર્યચકિત છે. આ નિર્ણય અનુસાર હવે આર્યુવેદના ડૉક્ટરો પણ સર્જરી કરી શકશે. સરકારે એક નોટિફિકેશન દ્વારા આયુર્વેદના પીજી વિદ્યાર્થીઓને સર્જરી કરવાની મંજૂરી આપી દીધી છે.
આ જાહેરનામાં બાદ આર્યુવેદના ડૉક્ટર હાડકાના રોગ, આંખ, નાક-કાન-ગળા(ENT) અને દાંત સાથે જોડાયેલી સર્જરી કરી શકશે. જ્યારે બીજી બાજુ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિનના અધ્યક્ષે કહ્યું કહ્યું, આર્યુવેદ સંસ્થાઓમાં આવી સર્જરી છેલ્લા 25 વર્ષથી થઈ રહી છે. નોટિફિકેશન માત્ર એ સ્પષ્ટતા કરે છે કે, આ સર્જરી માન્ય છે.
સરકાર તરફથી 19 નવેમ્બરે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશ અનુસાર આર્યુવેદના પીજી કોર્સમાં હવે સર્જરીને પણ સામેલ કરવામાં આવશે. સાથે જ અધિનિયમનું નામ બદલીને ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ( અનુસ્નાતક આર્યુવેદ શિક્ષણ) સંશોધન અધિનિયમ, 2020 કરી દેવામાં આવ્યું છે.
આયુર્વેદની પ્રેક્ટિસ કરી રહેલા ડૉક્ટરોની લાંબા સમયથી એલોપેથીની જેમ અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી. નવા જાહેરનામા અનુસાર હવે આર્યુવેદના વિદ્યાર્થીઓને અભ્યા દરમિયાન સર્જરીની પણ ટ્રેનિંગ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement