શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં ઉપદ્રવીઓને જોતા જ ‘દેખો ત્યાં ઠાર’ના આદેશ, પ્રભાવિત વિસ્તારમાં CBSEએ પરીક્ષા સ્થગિત કરી
હિંસાને જોતા ગૃહમંત્રી અમિત શાહે 26 ફેબ્રુઆરીનાં પોતાનો ત્રિવેંદ્રમ પ્રવાસ રદ્દ કરી દીધો છે.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના નૉર્થ-ઈસ્ટ વિસ્તારમાં હિંસા કરી રહેલા તોફાનીઓ વિરુદ્ધ સખત એક્શન શરૂ થઈ ગઈ છે. તોફાનીઓ પર અંકુશ મેળવવા માટે સુરક્ષાબળોને જોતા જ ગોળી મારવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીના આદેશ પર ઉપદ્રવ પ્રભાવિત વિસ્તારોમાં ભારે સંખ્યામાં સુરક્ષાદળોને ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારબાદ જાફરાબાદ વિસ્તારથી પ્રદર્શનકારીઓને પણ હટાવી દેવામાં આવ્યા. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં માર્ચ કાઢીને રોડ પરથી તોફાનીઓને તગેડ્યા હતા.
હિંસાની ઘટનાઓમાં લગભગ 200 લોકો ઘાયલ થયા છે. નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારનાં ઉપદ્રવીઓએ અનેક મોટરસાઇકલોને આગ લગાવી દીધી હતી.
ગૃહ મંત્રાલયે આઈપીએસ એસએન શ્રીવાસ્તવને તત્કાલિક પ્રભાવથી દિલ્હી પોલીસમાં સ્પેશ્યલ કમિશ્નર (લો એન્ડ ઓર્ડર)ના તરીકે નિમણૂંક કરી દીધી છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું છે કે હિંસા પ્રભાવિત ઉત્તર પૂર્વી દિલ્હીની બધી સરકારી અને ખાનગી સ્કૂલ બુધવારે પણ બંધ રહેશે. હિંસાને જોતા ગૃહમંત્રી અમિત શાહે 26 ફેબ્રુઆરીનાં પોતાનો ત્રિવેંદ્રમ પ્રવાસ રદ્દ કરી દીધો છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ જાફરાદબાદમાં જે મહિલાઓ પ્રદર્શન કરી રહી હતીસ તેને હટાવી દેવામાં આવી છે અને રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે. દિલ્હીનાં ઉપરાજ્યપાલ મનીષ સિસોદિયાએ કહ્યું કે, હિંસા પ્રભાવિત નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં બુધવારનાં પણ સ્કૂલો બંધ રહેશે. CBSEને પણ બૉર્ડ પરીક્ષા સ્થગિત કરવાનો અનુરોધ કર્યો છે. આશરે 75 કલાકથી નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધી એક હેડ કૉન્સ્ટેબલ રતન લાલ સહિત 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. હિંસામાં બે ડઝનથી વધુ વાહનો અને દુકાનોને આગ લગાવી દેવાઈ છે. આ ઘટનાઓમાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે.#Correction Shoot at sight orders remain, earlier report of it being lifted was incorrect. pic.twitter.com/DSoyATVtdz
— ANI (@ANI) February 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ટેકનોલોજી
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion