Surat: પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પૂર્વ પતિએ પત્નીને માર્યું HIV પોઝિટિવ યુવકનું લોહીવાળું ઈંજેક્શન ને પછી....
Surat News: પત્નીનાચરિત્ર પર શંકા રાખી મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટિવ યુવકનું લોહીવાળું ઈંજેક્શન મારતાં પત્ની બેભાન થઈ ગઈ હતી. જે બાદ તેને હોસ્ટિપલ ખેસડવામાં આવી હતી.
Surat: ડાયમંડ સિટી સુરતના રાંદેર વિસ્તારમાં પતિની હેવાનિયત અને ક્રુરતા સામે આવી છે. શંકી પૂર્વ પતિએ પોતાની જ પત્ની ને HIV પોઝિટિવ યુવકનું લોહીનું ઈંજેક્શન માર્યું હતું. પત્નીના ચરિત્ર પર શંકા રાખી મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટિવ યુવકનું લોહીવાળું ઈંજેક્શન મારતાં પત્ની બેભાન થઈ ગઈ હતી. જે બાદ તેને હોસ્ટિપલ ખેસડવામાં આવી હતી. જ્યાં ભાનમાં આવતા પૂર્વ પતિએ ઈંજેકશન માર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસએ ઈન્જેકશનનું પૂછતાં પત્નીએ પૂર્વ પતિની હેવાનિયતની વાત કહેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રાંદેર પોલીસએ પૂર્વ પતિની ધરપકડ કરી હતી.
લિંબાયતમાં લિવઈનમાં રહેતી મહિલાનો ફાંસો ખાઈ આપઘાત
સુરત શહેરમાં આત્મહત્યાના બે બનાવ બન્યા હતા. લિંબાયતમાં લિવઈનમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જ્યારે પાંડેસરામાં રત્ન કલાકારે એસિડ ગટગટાવી જીવન ટૂંકાવી દીધું હતું.
સુરતમાંશિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીની સગાઈ થતા ભુતપૂર્વ પ્રેમીએ મંગેતરને ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખી
સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી 23 વર્ષીય યુવતીએ બ્રેકઅપ કર્યા બાદ સગાઈ કરતા પાડોશમાં જ રહેતા ડિવોર્સી બેકાર પ્રેમીએ મંગેતરને ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખી હતી.એટલું જ નહીં બીજી જગ્યાએ સગાઈ કરશે તો તે પણ તોડાવી દેવાની ધમકી આપતા જયારે બંનેના પરિવાર વચ્ચે સમાધાન માટે થયેલી મિટિંગમાં યુવાને બધા ફોટા ડીલીટ તો કર્યા પણ તે પહેલા મિત્રને મોકલી સાચવવા કહી તેનો પીછો કરવાનું શરૂ કરતા યુવતીએ ભૂતપૂર્વ પ્રેમી વિરુદ્ધ છેવટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના માન દરવાજા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 23 વર્ષીય યુવતી ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને સાથે એમ.એ.નો પણ અભ્યાસ કરે છે.તેની પાડોશમાં જ રહેતા ડિવોર્સી નિલેશ પાન્ડુભાઇ ડીગે સાથે તેને પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો.બંને ફરવા જતા ત્યારે ફોટા પણ પાડતા હતા.જોકે, વર્ષ અગાઉ બંનેના પ્રેમસંબંધની જાણ શિવાનીના પરિવારને થયા બાદ ત્રણ મહિના અગાઉ શિવાનીએ નિલેશ સાથે બ્રેકઅપ કરી દીધું હતું.તે પછી દોઢ મહિના અગાઉ યુવતીની સગાઈ થતા નિલેશ તેના મંગેતર પાસે પહોંચ્યો હતો અને બંનેના જુના ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખી હતી અને ધમકી આપી હતી કે મારી પાસે ઘણા ફોટા છે, જો તું બીજી જગ્યાએ સગાઈ કરશે તો તેને પણ ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખીશ.તારી કોઈ જગ્યાએ સગાઈ થવા દઈશ નહીં.
નિલેશની આ કરતૂતને પગલે યુવતીના પરિવારે નિલેશના પરિવાર સાથે સમાધાન માટે મિટિંગ કરી હતી.તેમાં થયેલી વાતચીત મુજબ નિલેશે બધા ફોટા ડીલીટ કરી નાખ્યા હતા.જોકે, તેના થોડા દિવસ બાદ નિલેશનો મિત્ર ચંદન ઉર્ફે સન્ની રાજીવકુમાર સિંગ યુવતીના ઘરે આવ્યો હતો અને જાણ કરી હતી કે નિલશે બધા ફોટા મને વ્હોટ્સએપ કરી સાચવવા કહ્યું છે.તેણે બધા ફોટા પણ બતાવ્યા હતા.ત્યાર બાદ નિલેશે યુવતી કોલેજ જાય ત્યારે તેનો પીછો કરવાનું શરૂ કરતા છેવટે તેણે નિલેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.