Anju : દુનિયા આખીને ઉલ્લુ બનાવનારી અંજુની 'મદહોશ' હરકતો આવી સામે
અંજુ અને નસરુલ્લા એકબીજાના હાથ પકડીને હરિયાળા મેદાનો તરફ જોઈ રહ્યા છે.
Indian Woman Anju : રાજસ્થાનના અલવરથી ભાગીને પાકિસ્તાન પહોંચેલી અંજુ પાકિસ્તાનમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે જેમાં અંજુ તેના પ્રેમી નસરુલ્લા સાથે ખૈબર પખ્તુનખ્વાના મેદાનોમાં ફરતી જોવા મળે છે. અંજુ અને નસરુલ્લા એકબીજાના હાથ પકડીને હરિયાળા મેદાનો તરફ જોઈ રહ્યા છે. જે રીતે વીડિયો શૂટ કરવામાં આવ્યો છે તે જોયા બાદ એવું લાગે છે કે તે નિકાહ પહેલા પ્રી-વેડિંગ શૂટ છે.
પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત પહોંચેલી ભારતની અંજુ વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશી હતી. તે સમયે અંજુએ એક રીલ બનાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનમાં કેવી રીતે પ્રવેશી હતી. અંજુએ કહ્યું હતું કે, તે કાયદેસર રીતે પાકિસ્તાન આવી છે. આ એક-બે દિવસની વાત નથી, તે પૂરી પ્લાનિંગ સાથે પાકિસ્તાન આવી છે. તેણીએ જણાવ્યું હતું કે, તેણીએ ફેસબુક પર નસરુલ્લા સાથે મિત્રતા કરી હતી અને તે તેને મળવા પાકિસ્તાન આવી છે.
રોમેન્ટિક વીડિયો કોઈ ફિલ્મી સીન પણ ચડિયાતો
હવે અંજુનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લા સાથે ફરતી જોવા મળી રહી છે. આ વીડિયોને જે રીતે શૂટ કરવામાં આવ્યો છે તે જોઈને લાગે છે કે તેને સંપૂર્ણ પ્લાન સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ વીડિયો ડ્રોનથી શૂટ કરવામાં આવ્યો છે, જેમાં અંજુ અને નસરુલ્લા એકબીજાની ખૂબ નજીકથી વાત કરી રહ્યાં છે. આ બંનેનો રોમેન્ટિક વીડિયો કોઈ ફિલ્મી સીનથી ઓછો નથી લાગતો. વીડિયોમાં ક્યારેક અંજુ નસરુલ્લાના ખભા પર હાથ રાખતી જોવા મળે છે તો ક્યારેક બંને એકસાથે રીલ બનાવતા જોવા મળે છે. બંનેને જોઈને કહી શકાય કે તેમને તેમના પ્રેમમાં પૂરો વિશ્વાસ છે. કહેવામાં આવી રહ્યું છે કે, અંજુ હવે 20 ઓગસ્ટે ભારત પરત ફરશે.
A pretty girl #Anju from #india in #pakistan...Says she is in love with #KhyberPukhtunkhwa and its culture... she's going back on 20th August.... pic.twitter.com/sx6JFqTmkB
— Sumaira Khan (@sumrkhan1) July 25, 2023
નસરુલ્લા અંજુ માટે ભારત આવવા તૈયાર
અંજુ અને નસરુલ્લા વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી. અંજુએ તેના પરિવારને ખોટું કહ્યું હતું અને નસરુલ્લાને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, નસરુલ્લા ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લાનો રહેવાસી છે. જાણવા મળ્યું છે કે, અંજુના વિઝા 20 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે અને અંજુએ ભારત પરત ફરવું પડશે. નસરુલ્લાએ કહ્યું હતું કે, તે અંજુને વર્ષ 2019માં ફેસબુક દ્વારા મળ્યો હતો. નસરુલ્લાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, તે અંજુ માટે ભારત આવવા તૈયાર છે.