Gaza War: ગાઝામાં યુદ્ધવિરામ પર સર્વસંમતિ સધાઈ નહીં, રશિયા-ચીને UNSCમાં અમેરિકાના પ્રસ્તાવ પર કર્યો વીટો
Gaza War: અમેરિકા અને રશિયાએ UNSCમાં બે અલગ-અલગ પ્રસ્તાવ રજૂ કર્યા હતા. બંન્નેને ફગાવી દેવામાં આવ્યા હતા
Gaza War: ગાઝામાં ઈઝરાયેલના બોમ્બમારો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ફરી એકવાર યુદ્ધવિરામ પર સર્વસંમતિ સધાઈ શકી નહોતી. બુધવારે અમેરિકા અને રશિયાએ UNSCમાં બે અલગ-અલગ પ્રસ્તાવ રજૂ કર્યા હતા બંન્નેને ફગાવી દેવામાં આવ્યા હતા. અમેરિકાએ રશિયાના પ્રસ્તાવ સામે વીટો કર્યો હતો. તો ચીન અને રશિયાએ તેમના વીટો પાવરનો ઉપયોગ કરીને અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
The UN Security Council on Wednesday failed again to take action on the Israel-Hamas war, with Russia and China vetoing a US-led draft resolution and a text led by Moscow drawing insufficient support.https://t.co/GoUCQDO2QD
— AFP News Agency (@AFP) October 25, 2023
A divided UN Security Council will vote Wednesday on competing draft resolutions on the Israel-Hamas war that were drawn up by Russia and the United States, diplomats said.https://t.co/3HzYPG2DCU pic.twitter.com/OZ08J4etdw
— AFP News Agency (@AFP) October 25, 2023
વાસ્તવમાં અમેરિકાએ તેના ઠરાવમાં માનવતાવાદી વિરામની હાંકલ કરી હતી પરંતુ યુદ્ધવિરામની નહીં. સુરક્ષા પરિષદ દ્વારા પસાર કરાયેલ કોઈપણ ઠરાવ ઇઝરાયેલ અને ગાઝામાં હિંસા માટે હમાસને દોષી ઠેરવે છે તેની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું હતું. રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં યુદ્ધવિરામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ, અલ્બાનિયા, ફ્રાન્સ, ઇક્વાડોર, ગેબોન, ઘાના, જાપાન, માલ્ટા, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટને યુએસ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. બ્રાઝિલ અને મોઝામ્બિક મતદાનથી દૂર રહ્યા હતા.
ગાઝામાં યુદ્ધવિરામનું આહવાન કરતા રશિયાના ઠરાવની તરફેણમાં ચાર મત પડ્યા હતા, જેમાં રશિયા અને ચીન પણ સામેલ છે. યુએસ અને બ્રિટને ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે અન્ય નવ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જો રશિયન દરખાસ્તને મંજૂર કરવા માટે પૂરતા મત મળ્યા તો યુએસ તેના પર વીટો કરી શકે છે.
રશિયન રાજદૂતે અમેરિકન પ્રસ્તાવને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો
યુએનમાં રશિયાના રાજદૂત વાસિલી નેબેન્ઝ્યાએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે તે યુએનએસસીના નિર્ણયોને અવરોધિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી ગાઝા પર ઈઝરાયેલના હુમલા પર કોઈ અસર ન પડે. તેમણે અમેરિકાના ઠરાવની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે સંપૂર્ણ રીતે રાજનીતિથી પ્રેરિત આ ઠરાવનો સ્પષ્ટ હેતુ ગાઝામાં નાગરિકોને બચાવવાનો નથી, પરંતુ આ ક્ષેત્રમાં અમેરિકાની રાજકીય સ્થિતિ મજબૂત કરવાનો છે.
અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલના રાજદૂત ગિલાડ એર્ડાને કહ્યું કે તેઓ અમેરિકા અને આ કાઉન્સિલના અન્ય સભ્યોનો આભાર માનવા ઈચ્છે છે જેમણે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. ઠરાવ સ્પષ્ટપણે આતંકવાદીઓની નિંદા કરે છે અને સભ્ય દેશોને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાની સત્તા આપે છે.
આતંકવાદીઓને કચડી નાખવા માટે મોટા સૈન્ય ઓપરેશનની જરૂર
તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં આપણે આપણા અસ્તિત્વ માટે લડી રહ્યા છીએ. જો કોઈ દેશમાં સમાન નરસંહાર થાય છે, તો તે ઇઝરાયેલ કરતાં વધુ બળ સાથે તેનો સામનો કરશે. આવા બર્બર અને અમાનવીય અત્યાચારો કરનારા આતંકવાદીઓની ક્ષમતાઓને ખતમ કરવા અને આવા ઘાતકી હુમલાઓ ફરી ક્યારેય ન થાય તે સુનિશ્ચિત કરવા તેમની સામે મોટા સૈન્ય ઓપરેશનની જરૂર છે.