શોધખોળ કરો
Top 10 Flop Films 2023: 'તેજસ' થી 'શહેજાદા' સુધી આ ફિલ્મોએ ડુબાડ્યા મેકર્સના કરોડો રૂપિયા, જોરદાર રીતે થઇ ફ્લૉપ
આ આર્ટિકલમાં જાણીએ કઇ ફિલ્મોએ આ વર્ષે પોતાના મેકર્સના કરોડો રૂપિયા ડુબાવ્યા છે, અને ફ્લૉપ સાબિત થઇ છે...

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/11

10 Biggest Flop Movies 2023: વર્ષ 2023 પુરુ થઇ રહ્યું છે, આ વર્ષે બૉલીવુડે એક કરતાં વધુ ફિલ્મો આપી છે. કેટલીક ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી તો કેટલીક ફિલ્મો ખરાબ રીતે ફ્લૉપ થઈ હતી. આ આર્ટિકલમાં જાણીએ કઇ ફિલ્મોએ આ વર્ષે પોતાના મેકર્સના કરોડો રૂપિયા ડુબાવ્યા છે, અને ફ્લૉપ સાબિત થઇ છે...
2/11

આ યાદીમાં પહેલું નામ કંગના રનૌતની ફિલ્મ તેજસનું છે. આ ફિલ્મ 50 કરોડના બજેટમાં બની હતી પરંતુ આ ફિલ્મ માત્ર 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. આ ફિલ્મ એક મોટી દુર્ઘટના સાબિત થઈ.
3/11

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ સેલ્ફીમાં પણ આવી જ સ્થિતિ હતી. ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા હતું પરંતુ ફિલ્મે માત્ર 23.63 કરોડ રૂપિયાનું જ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ જોરદાર ફ્લૉપ સાબિત થઈ હતી.
4/11

'શહેજાદા' પણ બૉક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ફિલ્મનું બજેટ 70 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે માત્ર 48 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
5/11

સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી જાને 100 કરોડથી વધુની કમાણી કરી હોવા છતાં આ ફિલ્મ તેના બજેટને પાર કરી શકી નથી. ફિલ્મનું બજેટ 125 કરોડ રૂપિયા હતું અને ફિલ્મનું કલેક્શન 110 કરોડ રૂપિયા હતું.
6/11

આદિપુરુષની પણ આવી જ હાલત હતી. આ ફિલ્મ 600 કરોડના બજેટમાં બની હતી અને ફિલ્મે 250 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ પણ જોવા મળ્યો હતો.
7/11

મલ્ટિસ્ટારર ફિલ્મ 'કુટ્ટે' પણ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. 35 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 5 કરોડની જ કમાણી કરી હતી.
8/11

અર્જૂન કપૂર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ લેડી કિલર આ વર્ષની સૌથી મોટી દૂર્ઘટના સાબિત થઈ છે. ફિલ્મે માત્ર 1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જ્યારે તેનું બજેટ 45 કરોડ રૂપિયા હતું.
9/11

ફ્લૉપ ફિલ્મોની યાદીમાં 'ભીડ'નું નામ પણ સામેલ છે. આ ફિલ્મે માત્ર 2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મનું બજેટ 25 કરોડ રૂપિયા હતું.
10/11

કૃતિ સેનન અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'ગણપત' પણ સુપર ફ્લોપ સાબિત થઈ હતી. 200 કરોડમાં બનેલી આ ફિલ્મ માત્ર 11 કરોડ રૂપિયા જ કલેક્શન કરી શકી હતી.
11/11

ભૂમિ પેડનેકરની ફિલ્મ 'થેંક્સ ફોર કમિંગ'ની હાલત પણ આવી જ હતી. આ ફિલ્મે 7.3 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મનું બજેટ 45 કરોડ રૂપિયા હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં શહેનાઝ ગિલ પણ જોવા મળી હતી.
Published at : 10 Dec 2023 12:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
