આલમે કહ્યું, હું દર મહિને 20 હજાર રૂપિયા કમાવ છું અને તેમાંથી આ વસ્તુઓ ખરીદીને ખેડૂતોને વહેંચું છું. ખેડૂતોને મદદ કરવાના મારા પ્રયત્નો જોઈને મને આનંદ થાય છે અને મારા પિતાને ગર્વ થતો થશે
2/4
આ દરમિયાન એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. દિલ્હીની ગાજીપુર બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે એક ચાર વર્ષનો બાળક ખેડૂતોને જમવાનું વહેંચતો જોવા મળ્યો હતો. આ ચાર વર્ષનો બાલખ ખેડૂતોને કેળા અને બિસ્કિટ વહેંચી રહ્યો હતો. આ બાળક રોજ ખેડૂતોનું પેટ ભરવા દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર આવે છે.
3/4
4 વર્ષના આ બળકનું નામ રેહાન છે. તેના પિતા મેહતાબ આલમે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, હું બિહારના ખેડૂત પરિવારમાંથી આવું છું. ઘણા ખેડૂતો ખાવા-પીવાની અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેથી અમે અહીં આવીને તેમની મદદ કરીએ છીએ. મારો દિકરો મને અહીં કંપની આપવા આવ્યો હતો. જે દરમિયાન તેણે કેળા અને બિસ્કિટ ખેડૂતોને વહેંચ્યા હતા.
4/4
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો 20 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે છતા સરકાર કાયદા પરત લેવા તૈયાર નથી. દિલ્હીની બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન અનેક ખેડૂતો ભૂખ્યા પેટે તેમના હક માટે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ ખેડૂતો સાથે જોડાયેલા અનેક વીડિયો સામે આવી રહ્યા છે.