શોધખોળ કરો
Covid-19ના દર્દીઓને સજા થયા પછી પણ રહે છે આ ગંભીર બિમારીઓ, જાણો આગળ જઇને કયા લક્ષણો બને છે ખતરનાક...........

Corona_17
1/7

Covid-19 Symptoms: કોરોના વાયરસ (Coronavirus) એટલો ખતરનાક છે કે આને આખી દુનિયામાં કેર વર્તાવી દીધો છે, અને માણસને દરેક પ્રકારે ખતરામાં મુકી દીધો છે. પહેલા કોરોના માત્ર એક ઇન્ફેક્શન તરીકે દેખાઇ રહ્યો હતો, હવે જો તમે કોરોના વાયરસથી સંક્રમિત છો તો એવુ પણ બની શકે છે કે લાંબા સમય સુધી તમે પરેશાન અને મુશ્કેલીમાં રહી શકો છો. વળી કૉવિડ-19 (Covid-19) દિન પ્રતિદિન વધુને વધુ ખતરનાક અને ચેલેન્જિંગ થઇ રહ્યો છે.
2/7

ઉલ્લેખનીય છે કે, કૉવિડ દર્દીઓને ઠીક થવામાં કમ સે કમ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, કૉવિડની અસર ત્રણ મહિના સુધી પણ ચાલી શકે છે. જી હાં, લૉન્ગ કૉવિડ-19 દર્દીઓમાં કમ સે કમ ત્રણ મહિના સુધી આનાથી જોડાયેલા કેટલાય લક્ષણો જોવા મળી શકે છે. આવામાં અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કયુ લક્ષણ છે જે કોરોનાથી સંક્રમિત લોકોને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. જાણો...........
3/7

લૉન્ગ કૉવિડ-19 (Long Covid-19)ના લક્ષણો ક્યાં સુધી રહી શકે છે. કૉવિડના લક્ષણો લાંબા પણ ચાલી શકે છે અને દર્દી છ મહિના સુધી કામ પર નથી પરત ફરી શકતો. આનો અર્થ છે કે કૉવિડ 19થી રિકવર થયા બાદ પણ કોરોનાના દર્દીઓ પરેશાન રહી શકે છે. - લૉન્ગ કૉવિડ (Long Covid)ના લક્ષણો-
4/7

થાક લાગવો- લૉન્ગ કૉવિડ દર્દીઓમાં થાક કેટલાય મહિનાઓ સુધી પરેશાન કરી શકે છે. 80 ટકા કૉવિડ દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા છે. એટલે કોરોનાના સમયમાં પોતાની દેખરેખમાં બેદરકારી ના કરો.
5/7

પૉસ્ટ એક્સર્શનલ માલાઇસ- આ એક એવી સ્થિતિ હોય છે, જે કોઇ નાની સમસ્યા શારીરિક અને માનસિક હોય શકે છે. આ કારણે લોકોને આગળ જઇને બહુજ ગંભીર લક્ષણ દેખાય છે.
6/7

આ ઉપરાંત લૉન્ગ કૉવિડના દર્દીઓને માથાનો દુઃખાવો, મસલ્સમાં દુઃખાવો, ઊંઘ ના આવવી, હ્રદયમાં ધબકારા વધવા, શ્વાસ ચઢવો, ચક્કર આવવા, બેલેન્સ બનાવવામાં મુશ્કેલી વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.
7/7

Disclaimer: આ આર્ટિકલ્સમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો તથા દાવાઓની એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતુ. આને માત્ર સૂચના તરીકે લેવી. આ પ્રકારના કોઇપણ ઉપચાર/દવા/ડાએટ પર અમલ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.
Published at : 11 Feb 2022 03:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેલીવિઝન
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
