શોધખોળ કરો
દ્વારકામાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ, ઓખાના દરિયામાં ફસાયેલ માછીમારોનું કરાયું રેસ્ક્યૂ
દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઓખાના દરિયામાં ફસાયેલ માછીમારોનું કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. ખંભાળિયામાં 25 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ઓખાના દરિયામાં ફસાયેલ માછીમારોનું કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું.
1/7

દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઓખાના દરિયામાં ફસાયેલ માછીમારોનું કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. ખંભાળિયામાં 25 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ખેડામાં કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામા આવ્યુ હતું.
2/7

દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ પેદા થઇ હતી. દ્વારકાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. દ્વારકા ઈસ્કોન ગેટ, દ્વારકા-જામનગર રોડ પર પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા.
3/7

દ્વારકાના ખંભાળિયામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 2 કલાકમાં ખંભાળિયામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે YKGN સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. ફાયરની ટીમે 25 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.
4/7

ભારે વરસાદથી દ્વારકા જિલ્લામાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગની ટ્રેન રદ કરવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખંભાળીયા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં યાત્રિકો ફસાયા હતા. ભારે વરસાદથી મુસાફરો રેલવે સ્ટેશન પર આશરો લેવા મજબૂર બન્યા હતા.
5/7

દ્વારકાના આવડપારા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ફાયરના જવાનોએ છ લોકોનું રેસ્ક્યૂ હતું. ગળાડૂબ પાણીમાં છ લોકો ફસાયા હતા. તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
6/7

દ્વારકામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દ્વારકામાં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. રબારી ગેટથી ત્રણબતી ચોક સુધી પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.
7/7

દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદના કારણે ખંભાળીયા-દ્વારકા વચ્ચેનો સ્ટેટ, નેશનલ હાઈવે બંધ થયો હતો. ખંભાળીયા એસટી ડેપોથી દોડતી તમામ બસોના રૂટ બંધ કરવામાં આવ્યા હતા. એસટી વિભાગે ખંભાળીયામાં મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાવલ અને મોટા માંઢા ગામ બેટમાં ફેરવાયું હતું.
Published at : 28 Aug 2024 12:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
