શોધખોળ કરો
Gujarat Rain: આવતીકાલે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આવતીકાલે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

પ્રતિકાત્મક તસવીર
1/7

અમદાવાદ: આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ સહીત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલથી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે.
2/7

કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે.ગુજરાતમાં પ્રવેશેલુ ચોમાસું નવસારીમાં અટક્યું છે.
3/7

હવામાન વિભાગ અનુસાર ચોમાસું (Monsoon) નવસારી સુધી પહોંચી ગયું છે પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે.
4/7

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.
5/7

આવતીકાલે એટલે કે 19 જૂને ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ (Rain) થવાની શક્યતા છે.
6/7

જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) થઈ શકે છે.
7/7

20 જૂને વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ (Rain) થવાની શક્યતા છે.
Published at : 18 Jun 2024 06:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
