શોધખોળ કરો
PHOTOS: અટકાયત થવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું - "મોદીજી રાજા છે અને ભારતમાં પોલીસ રાજ છે"
'નેશનલ હેરાલ્ડ' કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને આજે EDએ પુછપરછ માટે બોલાવ્યા હતા.

રાહુલ ગાંધી
1/8

'નેશનલ હેરાલ્ડ' કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને આજે EDએ પુછપરછ માટે બોલાવ્યા હતા. જે મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ આ પૂછપરછનો વિરોધ કર્યો હતો, જે પછી પોલીસે તેમની અટકાયત કરી હતી.
2/8

રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનથી કૂચ કરી રાષ્ટ્રપતિ ભવન તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને વિજય ચોક ખાતે અટકાવ્યા હતા. આ પછી આ નેતાઓએ ત્યાં ધરણા કર્યા હતાં.
3/8

થોડા સમય બાદ પોલીસે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. કસ્ટડીમાં લેવાતા પહેલા રાહુલે આરોપ લગાવ્યો કે, 'મોદીજી રાજા છે અને ભારતમાં પોલીસ રાજ છે'. પોલીસ અને એજન્સીઓનો દુરુપયોગ કરીને, અમારી ધરપકડ કરીને પણ તમે અમને ક્યારેય ચૂપ કરી શકશો નહીં. માત્ર 'સત્ય' જ આ સરમુખત્યારશાહીનો અંત લાવશે.
4/8

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, પોલીસે કોંગ્રેસના સાંસદોને વિજય ચોકમાં રોક્યા. અમને રાષ્ટ્રપતિ ભવન જતા અટકાવવામાં આવ્યા હતા. બળજબરીથી ધરપકડ કરવામાં આવી હતી. હવે અમે પોલીસની બસમાં છીએ, માત્ર વડાપ્રધાન અને ગૃહમંત્રીને જ ખબર છે કે અમને ક્યાં લઈ જવામાં આવે છે.
5/8

કોંગ્રેસનું કહેવું છે કે, પાર્ટી હેડક્વાર્ટરમાં વિરોધ કરી રહેલા તેના ઘણા નેતાઓને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે. પાર્ટીના મહાસચિવ અજય માકને પત્રકારોને જણાવ્યું કે, આજે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં સત્યાગ્રહ કરી રહી છે.
6/8

અજય માકને આરોપ લગાવ્યો કે, આજથી લગભગ 10 વર્ષ પહેલા EDએ કેસ બંધ કરી દીધો હતો. હવે આ મામલો ફરી એકવાર ખુલ્યો છે, કારણ કે સરકાર વિપક્ષી પાર્ટી પર દબાણ લાવી શકે, અને અમે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવી શકતા નથી.
7/8

તેમણે કહ્યું કે, રાજકીય દ્વેષથી કરવામાં આવી રહેલી કાર્યવાહી સામે કોંગ્રેસના કાર્યકરો દેશભરમાં સત્યાગ્રહ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મંગળવારે બીજા રાઉન્ડની પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા.
8/8

નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આ પહેલા ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. કોંગ્રેસે તેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન કર્યું હતું અને પાર્ટીના ઘણા નેતાઓની અટકાયત થઈ હતી.
Published at : 26 Jul 2022 04:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
