વિરાટનો અનુભવઃ ક્રિઝ પર કોહલીએ રાહુલને આ બે શબ્દો કહ્યાં ને પલટાઇ ગઇ રમત, જીત બાદ ખુદ રાહુલે કર્યો ખુલાસો.....
ઓસ્ટ્રેલિયાએ આપેલા 200 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય ટીમે એક સમયે માત્ર બે રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા.
KL Rahul Shower Story: ગઇકાલે વર્લ્ડકપ 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં એક સમયે સ્થિથિ વિકટ બની ગઇ હતી. પરંતુ આખરે ભારતે મેચ જીતી લીધી. આ સાથે જ ભારતીય વર્લ્ડકપ અભિયાનની શરૂઆત જીત સાથે કરી દીધી છે. વર્લ્ડકપ 2023માં પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવનાર કેએલ રાહુલે મેચ બાદ એક રમુજી પણ ખાસ કિસ્સો સંભળાવ્યો છે. 'પ્લેયર ઓફ ધ મેચ' રહેલા કેએલ રાહુલે કહ્યું છે કે તે ઓસ્ટ્રેલિયન ઈનિંગ બાદ થોડો સમય સ્નાન કરીને આરામ કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાની ઝડપથી વિકેટો પડવાના કારણે તેને પીચ પર આવવું પડ્યું હતું.
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ આપેલા 200 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય ટીમે એક સમયે માત્ર બે રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. અહીંથી વિરાટ કોહલી (85) અને કેએલ રાહુલ (97) વચ્ચે 165 રનની ભાગીદારીએ ભારતને જીતનો રસ્તો બતાવ્યો.
મેચ જીત્યા બાદ વિરાટના અનુભવ અને વિરાટની સલાહને યાદ કરીને કેએલ રાહુલે ખુલાસો કર્યો, મેચ બાદ કેએલ રાહુલે કહ્યું, 'મેં હમણાં જ સ્નાન કર્યું હતું અને અડધો કલાક આરામ કરવાનું વિચારી રહ્યો હતો પરંતુ મારે બેટિંગ કરવા આવવું પડ્યું. વિરાટે મને હમણાં જ કહ્યું હતું કે અમારે અહીં થોડો સમય ટેસ્ટ ક્રિકેટની જેમ રમવું પડશે. ખુશ છું કે હું ટીમ માટે સારું રમ્યો. ફાસ્ટ બૉલરોને શરૂઆતમાં થોડી મદદ મળી હતી. પરંતુ બાદમાં ભેજ તેની ભૂમિકા ભજવી હતી. એટલે કે વિરાટે રાહુલને ઉપરાછાપરી પડી રહેલી વિકેટો વચ્ચે કહ્યું હતુ કે હમણાં શાંતિથી ટેસ્ટ મેચ રમવાની છે, ઉતાવળ ના કરીશ. વિરાટના આ બે શબ્દોથી આખી રમત પલટાઇ ગઇ અને કેએલ રાહુલે શાનદાર 97 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.
"𝘐 𝘵𝘩𝘰𝘶𝘨𝘩𝘵 𝘐'𝘥 𝘨𝘦𝘵 𝘢 𝘨𝘰𝘰𝘥 𝘴𝘩𝘰𝘸𝘦𝘳." pic.twitter.com/ZSgcNAJZ2v
— Rajasthan Royals (@rajasthanroyals) October 8, 2023
પીચને લઇને શું બોલ્યો રાહુલ ?
કેએલ રાહુલે કહ્યું, 'આ પીચ દ્વિ-માર્ગી ગતિ ધરાવતી હતી. તે બેટિંગ માટે બહુ સારી પીચ ન હતી, પરંતુ મુશ્કેલીઓ એટલી બધી પણ ન હતી. મને લાગે છે કે તે ક્રિકેટ માટે સારી પિચ હતી. તમને દક્ષિણ ભારતમાં ખાસ કરીને ચેન્નાઈમાં સમાન પિચ મળે છે.
ત્રણ રનથી સદી ચૂક્યો રાહુલ -
કેએલ રાહુલે પણ પોતાની સદી ગુમાવવાની વાત કરી હતી. તેણે કહ્યું, 'મેં છેલ્લા બૉલને સારી રીતે ફટકાર્યો. હું પહેલા ફોર અને પછી સિક્સર મારીને મારી સદી પૂરી કરવા માંગતો હતો. આશા છે કે હું આગલી વખતે સફળ થઈશ.