SA20: મુંબઈના આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, 46 બોલમાં સદી ફટકારી મચાવ્યો કહેર
SA20: MI કેપ ટાઉનના ઓપનર રાસી વાન ડેર ડુસેને શનિવારે, જાન્યુઆરી 13 ના રોજ જોબર્ગ સુપર કિંગ્સના બોલરોની ખુબ ધોલાઈ કરી હતી. 46 બોલનો સામનો કરીને, રાસીએ SA20 ની તેની પ્રથમ સદી અને ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી ફટકારી.
SA20: જ્યારે ટી-20 અથવા ટી20 ક્રિકેટની વાત આવે છે, ત્યારે રમતના ત્રણ ફોર્મેટમાંથી સૌથી ટૂંકી ટી20 છે. તેથી 100નો સ્કોર અહીં વધુ પ્રભાવશાળી બને છે, કારણ કે દરેક ઇનિંગ્સમાં બોલની સંખ્યા મર્યાદિત છે. MI કેપ ટાઉનના ઓપનર રાસી વાન ડેર ડુસેને શનિવારે, જાન્યુઆરી 13 ના રોજ જોબર્ગ સુપર કિંગ્સના બોલરોની ખુબ ધોલાઈ કરી હતી. 46 બોલનો સામનો કરીને, રાસીએ SA20 ની તેની પ્રથમ સદી અને ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી ફટકારી. જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં એમઆઈ કેપટાઉને 5 વિકેટે 243 રન બનાવ્યા હતા.
HUNDRED FOR VAN DER DUSSEN...!!!!
— Johns. (@CricCrazyJohns) January 13, 2024
First hundred of SA20 this season, he has absolutely bossed Joburg Super Kings, What a knock, MI Capetown has been ruthless with bat. #WelcomeToIncredible pic.twitter.com/gDFgdWkRjf
રાસી વાન ડેર ડુસેને 50 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 104 રનની ઇનિંગ રમી
આ દરમિયાન, રેયાન રિકલ્ટને માત્ર 49 બોલમાં ધમાકેદાર 98 રન બનાવ્યા, જેનાથી MI કેપ ટાઉનને SA20 ઈતિહાસમાં તેમનો બીજો 200-પ્લસ સ્કોર અને એકંદરે બીજો-સૌથી વધુ ટીમનો સ્કોર નોંધાવવામાં મદદ મળી. રાસી વાન ડેર ડુસેને 50 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 104 રનની ઇનિંગ રમી હતી.
એમઆઈ કેપટાઉને 243 રન બનાવ્યા હતા
SA20 2024ની ચોથી મેચમાં પ્રથમ બેટિંગ કરતા MI કેપટાઉને 243 રન બનાવ્યા હતા. રાસી અને રિકલ્ટને પ્રથમ વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. રાસીએ માત્ર 46 બોલમાં સદી ફટકારી હતી. ડરબન સામેની પ્રથમ મેચમાં 87 રન બનાવનાર રિકલ્ટને માત્ર 49 બોલમાં 98 રન બનાવી MIના વિશાળ સ્કોરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાસી વાન ડેર ડુસેન ચોથો ક્રિકેટર બન્યો છે
રાસીએ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે SA20માં સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો. રાસી પહેલા એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન અને ફાફ ડુપ્લેસિસ SA20માં સદી ફટકારી ચૂક્યા છે. આ સિવાય રાસી SA20 લીગમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો.
જોબર્ગ સુપર કિંગ્સ 145 રનમાં ઓલઆઉટ
લક્ષ્યનો પીછો કરતા જોબર્ગ સુપર કિંગ્સ, ફાફ ડુપ્લેસીસની આગેવાની હેઠળની ટીમ 17.5 ઓવરમાં 145 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ વતી લ્યૂસ ડુ પ્લોયે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. જ્યારે રોમારિયો શેફર્ડે 34 રનનું યોગદાન આપ્યું હતું.