(Source: ECI/ABP News/ABP Majha)
PKL 2022: આજે બંગાળ સામે પુણે, જાણો બન્ને ટીમોની કબડ્ડી સ્ક્વૉડમાં કયા કયા ખેલાડીઓ છે સામેલ ?
પુણેની ટીમ હજુ પ્લેઓફની રેસમાં સામેલ છે, અને બીજી બાજુ બંગાળ વૉરિઅર્સની ટીમ પ્લેઓફમાંથી બહાર થઇ થઇ ગઇ છે. આવામાં આજની મેચ પુણે માટે મહત્વની છે.
PKL 2021 Puneri Paltan vs Bengal Warriors: આજે પ્રૉ કબડ્ડી લીગમાં પહેલી મેચમાં પુણેરી પલટન (Puneri Paltan)ની ટીમ બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors)ની ટીમ સામ ટકરાશે. બન્નેને સમીકરણ અલગ અલગ છે, કેમ કે પુણેની ટીમ હજુ પ્લેઓફની રેસમાં સામેલ છે, અને બીજી બાજુ બંગાળ વૉરિઅર્સની ટીમ પ્લેઓફમાંથી બહાર થઇ થઇ ગઇ છે. આવામાં આજની મેચ પુણે માટે મહત્વની છે.
બન્ને ટીમોની સ્ક્વૉડમાં કયા કયા ખેલાડીઓ છે સામેલ-
બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors)-
રેડર્સ-
મનિન્દર સિંહ (Maninder Singh), રવિન્દ્ર રેમશ (Ravindra Ramesh Kumawat), સુકેશ હેગડે (Sukesh Hegde), સુમિત સિંહ (Sumit Singh), રિશાંક દેવાડિગા (Rishank Devadiga), આકાશ પિકલમુન્ડે (Akash Pikalmunde), સચિન વિટ્ટલ (Sachin Vittala)
ઓલરાઉન્ડર્સ-
મોહમ્મદ ઇસ્માઇલ (Mohammad Esmaeil Nabibakhsh), મનોજ ગૌડા (Manoj Gowda K), રોહિત (Rohit)
ડિફેન્ડર્સ-
રિન્કૂ નારવાલ (Rinku Narwal), અબૂજર મોહઝેર (Abozar Mohajer Mighani), પરવીન (Parveen), વિજિન થાંગડૂરે (Vijin Thangadurai), રોહિત બન્ને (Rohit Banne), દર્શન (Darshan)
પુણેરી પલટન (Puneri Paltan)-
રેડર્સ-
પવન કુમાર (Pawan Kumar Kadian), પંકજ મોહિતે (Pankaj Mohite), મોહિત ગોયત (Mohit Goyat), રાહુલ ચૌધરી (Rahul Chaudhari), નિતિન તોમર (Nitin Tomar), વિશ્વાસ (Vishwas)
ઓલરાઉન્ડર્સ-
ગોવિન્દ ગુર્જર (Govind Gurjar), વિક્ટર (Victor Onyango Obiero), સુભાષ (E Subash)
ડિફેન્ડર્સ-
બાબાસાહેબ શાહજી જાધવ (Balasaheb Shahaji Jadhav), હાદી તાજિક (Hadi Tajik), સંકેત સાવંત (Sanket Sawant), વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj), બલદેવ સિંહ (Baldev Singh), સોમબીર (Sombir), કરમવર (Karamvir), અબિનેષ નાદરજન (Abinesh Nadarajan), સૌરવ કુમાર (Sourav Kumar)
પુણેરી પલટન માટે કરો યા મરો-
પ્રૉ કબડ્ડી લીગમાં હવે પણેરી પલટન માટે કરો યા મરોની સ્થિતિ આવી ગઇ છે, પુણેને પ્લેઓફમાં પહોંચવા માટે છેલ્લી બચેલી બન્ને મેચ જીતવી પડશે. જો તે એકપણ મેચ હારે છે તો તેને અન્ય મેચોના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. આવામાં આજેની મેચ પુણે માટે એક મોટી મેચ સાબિત થઇ શકે છે.
આ મેચ ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે, જાણો અહીં..............
1. પ્રૉ કબડ્ડી લીગમાં પુણેરી પલટન (Puneri Paltan) અને બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors)ની મેચ ક્યારે છે?
આ મેચ આજે (18 ફેબ્રુઆરી) સાંજે 07.30 વાગે છે.
2. મેચ ક્યાં રમાશે ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે.
3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.