નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થયું ત્યારે પણ કૃતિકા વૈદ શંકાના દાયરામાં આવ્યાં હતાં અને કોંગ્રેસે તેમનો જવાબ માગ્યો હતો. આ ઘટના અંગે પણ હાઈકમાન્ડને જાણ કરીને આકરાં પગલાં લેવાની માગ કરાઈ છે.
2/7
કૃતિકા વૈદ આટલેથી નથી અટક્યાં અને ‘આઈ લવ મોદીજી’ લખી હાર્ટનાં સિમ્બોલ મૂક્યાં છે. વોર્ડ નંબર 11ના મતદારોએ પોતાના પ્રશ્નોની રજૂઆત માટે દસેરા ટેકરી વોર્ડ નામે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તેમાં કૃતિકા વૈદે આ કોમેન્ટ્સ કરી છે.
3/7
રસપ્રદ વાત એ છે કે મંગળવારે કોંગ્રેસના આગેવાનોએ 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાના નિર્ણય સામે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું ત્યારે જ કૃતિકા વૈદે આ મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મૂકતાં કોંગ્રેસી આગેવાનો ચોંકી ઉઠ્યા હતા.
4/7
5/7
6/7
નવસારીનાં કોંગ્રેસ કોર્પોરેટર કૃતિકા વૈદે પોતાના મતવિસ્તાર વોર્ડ નંબર 11ના વોટ્સએપ ગ્રુપમાં 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાના નિર્ણયને વખાણ્યો છે. તેમણે આ ગ્રુપમાં એવો મેસેજ મૂક્યો છે કે ‘હવે મને બહુ ગર્વ થાય છે, મોદીજી પર.’
7/7
નવસારીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો બદલી તેના કારણે કોંગ્રેસ મોદી સામે ઉગ્રતાથી કૂદી પડ્યો છે ત્યારે કોંગ્રેસનાં એક મહિલા નેતાએ મોદીનાં વખાણ કરતા મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મૂકતાં વિવાદ સર્જાયો છે.