શોધખોળ કરો

Health Tips: કઇ ઉંમરે કયાં રોગનું વધે છે જોખમ, જાણો વધતી ઉંમરે ક્યાં મેડિકલ ટેસ્ટ કરાવવા અનિવાર્ય

વધતી ઉંમરની સાથે લિવરમાં કોઈ પ્રકારની બીમારી છે કે કેમ તે જાણવા માટે LFT ટેસ્ટ કરવામાં આવે છે. લોહીમાં હાજર એક ખાસ પ્રકારના પ્રોટીન અને એન્ઝાઇમનું એલએફટી દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. આ દર્શાવે છે કે વ્યક્તિનું લીવર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં.

Health Tips:વધતી ઉંમર સાથે શરીર નબળું પડતું જાય છે અને ઘણી બીમારીઓ તમને પરેશાન કરવા લાગે છે. વૃદ્ધત્વ સાથે, તે લોકો માટે રોગોનું જોખમ વધુ છે જેઓ પોતાની સંભાળ યોગ્ય રીતે લેતા નથી. ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે.

 જો આપ  વૃદ્ધાવસ્થામાં પણ બીમારીઓથી બચવા માંગતા હોવ તો તમારે વર્ષમાં એક વખત કેટલાક ખાસ મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂર છે.40 વર્ષની ઉંમર પછી પુરુષો અને સ્ત્રીઓ માટે કયા 5 મેડિકલ ટેસ્ટ જરૂરી છે. જાણીએ...

વધતી ઉંમરની સાથે લિવરમાં કોઈ પ્રકારની બીમારી છે કે કેમ તે જાણવા માટે LFT ટેસ્ટ કરવામાં આવે છે. લોહીમાં હાજર એક ખાસ પ્રકારના પ્રોટીન અને એન્ઝાઇમનું એલએફટી દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. આ દર્શાવે છે કે વ્યક્તિનું લીવર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં.

ડાયાબિટીસ, હૃદયના દર્દીઓ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે કિડની ફંક્શન ટેસ્ટ અથવા રેનલ ફંક્શન ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આના દ્વારા, કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં, તમને કિડની સંબંધિત કોઈ બીમારી છે કે નહીં, તે જાણી શકાય છે.

કોઈપણ ઉંમરે વિટામિન બીની ઉણપ ખતરનાક સાબિત થાય છે. શરીરમાં વિટામિન બીની ઉણપને કારણે થાક, ચેતામાં દુખાવો, સુન્નતા, માથાનો દુખાવો અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે નિયમિતપણે વિટામિન B12 ટેસ્ટ કરાવો તો આવી સમસ્યાઓથી બચી શકાય છે.

પ્રિ-ડાયાબિટીસ, બોર્ડર લાઇન ડાયાબિટીસ અથવા ડાયાબિટીસ જેવા રોગો HbA1c ટેસ્ટ દ્વારા શોધી કાઢવામાં આવે છે. ડૉક્ટરનું કહેવું છે કે HbA1c ટેસ્ટ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી વ્યક્તિનું સરેરાશ બ્લડ શુગર લેવલ શોધી કાઢવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા ડાયાબિટીસ જેવી અસાધ્ય બીમારીઓથી બચી શકાય છે.

આજે પણ ભારતમાં આયરન ટેસ્ટ વિશે ઘણી માન્યતાઓ છે. મોટાભાગના લોકો માને છે કે આયર્ન ટેસ્ટ ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ કરવામાં આવે છે, પરંતુ આ ટેસ્ટ દરેક ઉંમરના લોકો માટે જરૂરી છે. જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો આયર્ન લેવલની તપાસ કરાવવી જરૂરી છે. આ ટેસ્ટ દ્વારા શરીરમાં લોહીની ઉણપ જાણવા મળે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ

મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા

AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ

Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક

Technology: વોડાફોને રચ્યો ઇતિહાસ, સેટેલાઇટ દ્વારા કર્યો પહેલો વીડિયો કોલ

Mahindra Thar Roxxના સૌથી સસ્તા મોડેલની કેટલી છે કિંમત? તેને ખરીદવા કેટલો ભરવો પડશે હપ્તો?

Health Tips: પેશાબમાં દેખાવા લાગે છે આ ખતરનાક રોગના લક્ષણો, ક્યાંક તમે તો નથી કરી રહ્યા છે ઈગ્નોર?

Embed widget