શોધખોળ કરો

Adani FPO: શું અદાણીના એફપીઓની અંબાણી, પંકજ પટેલે રાખી લાજ ? સોશિયલ મીડિયામાં થઈ રહી છે ચર્ચા

Adani FPO: સોશિયલ મીડિયામાં ચર્ચા મુજબ અદાણીના મિત્ર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, સજ્જન જિંદાલ, સુનીલ મિત્તલ, સુધીર મહેતા, પંકજ પટેલ જેવા ઉદ્યોગપતિઓ મુશ્કેલ સમયમાં આગળ આવ્યા હતા

Adani FPO: હિંડનબર્ગ રિપોર્ટ વિવાદને કારણે અદાણી ગ્રૂપના શેરમાં મોટાપાયે વેચવાલી થઈ છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $74 બિલિયન થઈ ગઈ છે. અમેરિકન રિસર્ચ ફર્મના નેગેટિવ રિપોર્ટને કારણે અદાણી એન્ટરપ્રાઇઝિસ એફપીઓ સબ્સ્ક્રિપ્શન્સમાં શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ 31 જાન્યુઆરીએ છેલ્લા દિવસે તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા દિવસે ગૌતમ અદાણીની કંપનીના FPOમાં અદ્ભુત પ્રતિસાદ જોવા મળ્યો હતો અને FPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.

મોટા ઉદ્યોગપતિઓએ લાખી રાજ

અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓ મંગળવારે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયા હતા. જો આપણે શેરબજારના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા દિવસે નોન-રિટેલ રોકાણકારો (NII) દ્વારા રૂ. 20,000 કરોડના FPO સબસ્ક્રાઇબ થયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસે બિડ માટે 4.55 કરોડ શેર મૂક્યા હતા, જેની સામે 4.62 કરોડ શેર સબસ્ક્રાઇબ થયા હતા. અહેવાલને કારણે, મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા અદાણી જૂથ માટે તેમના વ્યવસાયિક મિત્રો આગળ આવવાના સમાચાર છે. એટલા માટે અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે એફપીઓ પુરા સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અદાણીના મિત્ર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, સજ્જન જિંદાલ, સુનીલ મિત્તલ, સુધીર મહેતા, પંકજ પટેલ જેવા ઉદ્યોગપતિઓ મુશ્કેલ સમયમાં આગળ આવ્યા હતા. સોશિયલ મીડિયામાં આ અંગેના કેટલાક સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે. અબુ ધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) એ અદાણીના FPOમાં રૂ. 3,200 કરોડનું રોકાણ કર્યું છે. આ કંપનીએ અદાણીના એફપીઓમાં બિડિંગ કરીને ઘણો વિશ્વાસ દર્શાવ્યો છે. IHCએ અગાઉ અદાણી જૂથમાં પણ રોકાણ કર્યું છે. ગયા વર્ષે કંપનીએ અદાણી ગ્રીનમાં રોકાણ કર્યું હતું.

Adani FPO: શું અદાણીના એફપીઓની અંબાણી, પંકજ પટેલે રાખી લાજ ? સોશિયલ મીડિયામાં થઈ રહી છે ચર્ચા

મોટાભાગના બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) એ અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOમાં રસ દર્શાવ્યો હતો. આ નોન-રિટેલ રોકાણકારોએ 3.13 કરોડ શેર્સ માટે બિડ કરી અને અદાણીને મુશ્કેલ સમયમાં બચાવ્યા. અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ 27 જાન્યુઆરીએ આવ્યો હતો. મોટાભાગના દિવસોમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન. બીજા દિવસે એટલે કે 30 જાન્યુઆરીએ માત્ર 3 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. છેલ્લા દિવસે નોન-રિટેલ રોકાણકારોએ અદાણીની ડૂબતી નૈયા પાર કરી હતી.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી  અતિ ભારે વરસાદની આગાહી

Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર

ગુજરાત પર ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257, રાજ્યમાં કોવિડ-19ના નોંધાયા સાત એક્ટિવ કેસ
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257, રાજ્યમાં કોવિડ-19ના નોંધાયા સાત એક્ટિવ કેસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડી પુત્રોને પિતાના આશીર્વાદ?Hun To Bolish : હું તો બોલીશ :  વિવાદોનું સ્માર્ટ મીટર?Hun To Bolish : હું તો બોલીશ : સત્તાનો નશો?Ahmedabad Chandola Demolition Phase 2:  ચંડોળામાં કાલે ડિમોલિશન પાર્ટ-2ને લઈ તૈયારીઓ શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી  અતિ ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી અતિ ભારે વરસાદની આગાહી
Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર
Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર
ગુજરાત પર ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાત પર ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257, રાજ્યમાં કોવિડ-19ના નોંધાયા સાત એક્ટિવ કેસ
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257, રાજ્યમાં કોવિડ-19ના નોંધાયા સાત એક્ટિવ કેસ
Chandola lake demolitions Live: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજથી બીજા તબક્કાનું ડિમોલીશન

ટ્રમ્પે પુતિન સાથે ફોન પર કરી વાત, કહ્યુ-'રશિયા-યુક્રેન સીઝફાયર માટે જલદી વાતચીત શરૂ કરશે'

Operation Sindoor: જે સૈન્ય ઠેકાણાઓને પાકિસ્તાને બનાવ્યા હતા નિશાન, ત્યાં પહોંચીને જવાનોને મળ્યા CDS

જ્યોતિ મલ્હોત્રા, પ્રિયંકા સેનાપતિ સહિત એ 10 લોકો કોણ છે, જેના પર દેશ સાથે ગદ્દારી કરવાનો લાગ્યો આરોપ

Embed widget