શોધખોળ કરો

Gujarat Budget 2025: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કાર્યક્રમો માટે બજેટમાં 1093 કરોડની જોગવાઇ, જાણો

Gujarat Budget 2025: રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્‍સ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે

Gujarat Budget 2025: રાજ્યમાં યુવાઓને અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગવંતી બનાવવા અને પ્રાધાન્ય આપવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે બજેટમાં ખાસ જોગવાઇ કરી છે. આજે નાણામંત્રી કનુ દેસાઇએ 3લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ. જેમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કાર્યક્રમો માટે બજેટમાં 1093 કરોડની જોગવાઇઓ કરાઇ છે. 

ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. 

રમતગમત ક્ષેત્રે 521 કરોડની જોગવાઇ કરાઇ 
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્‍સ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા ₹૩૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 182 કરોડની જોગવાઇ કરાઇ 
પુરાતન સ્થળોને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા અને સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી ૧૨ રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બીજા ૪ નવા સંગ્રહાલયો નિર્માણાધીન છે. 

ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. ગુજરાત સરકારના 2024-25 ના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે. સરકારનું મુખ્ય લક્ષ્ય કિસાન કલ્યાણ, કૃષિ વિકાસ અને ટેક્નોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનું છે. કૃષિ આધારિત સ્ટાર્ટઅપ્સ માટે ₹100 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે, અને MSME સહાય યોજનાઓ લાગુ કરવામાં આવશે.આ બજેટથી ગુજરાતના 50+ લાખ ખેડૂતોને લાભ મળશે. સિંચાઈ, વિજળી, કૃષિ ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી.

મંત્રી કનુભાઇ દેસાઇએ બજેટમાં અન્ય જાહેરાતો પણ કરી....
આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે.સખી સાહસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે ગત વર્ષ કરતા 21 ટકા ના વધારો કરાયો છે.  આ વર્ષના બજેટમાં 8200 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે સેન્ટ્રલાઈઝ કિચન માટે 551  કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે  આંગણવાડી યોજના માટે 274 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  આ ઉપરાંત વિરસા મુંડાની 150 મીંજનમજયંતી જન જાતીય ગૌરવ વર્ષ માટે 1100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યુ કે “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવી છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹617 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કનુ દેસાઈ લાલ રંગના કપડાની પોથીમાં બજેટની કોપી રાખી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લાલ રંગના કપડા પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પ્રદર્શિત કરાઈ છે. આદિવાસી વરલી પેઈન્ટિંગ, લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા છે. ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરત કામ, હસ્તકલા, ખેડૂત અને પશુપાલન, જંગલ અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા કરવામાં આવશે. મહત્ત્વનું છે કે 2024-25ના બજેટનું કદ 3 લાખ 32 હજાર 465 કરોડ હતું.

આ પણ વાંચો

Gujarat Budget: “શ્રમિક અન્નપૂર્ણા યોજના” માટે સરકારની મોટી જાહેરાત, હવેથી ઔદ્યોગિક અને બાંધકામ વિસ્તારોમાં પણ યોજનાની થશે એન્ટ્રી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા
Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોતNavsari: મનપાના કર્મીઓ ઢોર છોડવા જતા થયો ભારે હોબાળો, ગ્રામજનોએ કર્યો ભારે વિરોધ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા
Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
Embed widget