શોધખોળ કરો

Gujarat Government Formation: જાણો કયા મંત્રીને ક્યું મળી શકે છે ખાતુ, ગૃહમંત્રી તરીકે આ ધારાસભ્યનું નામ મોખરે

Gujarat Government Formation: ભુપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોએ આજે મંત્રી પદના શપથ લીધા છે. હવે સાંજે 6 વાગ્યે બેઠક મળશે. જેમાં આ શપથ લેનાર તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવશે.

Gujarat Government Formation: ભુપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોએ આજે મંત્રી પદના શપથ લીધા છે. હવે સાંજે 6 વાગ્યે બેઠક મળશે. જેમાં આ શપથ લેનાર તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવશે. તો તર્કના આધારે જાણીએ કે આ નવા પ્રધાનોને ક્યા વિભાગો મળી શકે છે.

સૌ પ્રથમ વાત કરીએ કનુ દેસાઈની તો તેમને નાણાં અને ઊર્જા વિભાગનો હવાલો મળી શકે છે. ઋષિકેશ પટેલને આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને પ્રવાસન વિભાગ મળી શકે છે.  કુબેર ડિંડોરને શિક્ષણ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગનો હવાલો મળી શકે છે. રાઘવજી પટેલ કૃષિ અને પશુપાલન વિભાગની જવાબદારી મળી શકે છે.  બળવંતસિંહ રાજપૂતને વન અને પર્યાવરણ તેમજ શહેરી વિકાસ વિભાગનો હવાલો મળી શકે છે.

જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા અને નર્મદા વિભાગનો હવાલો મળી શકે છે. મુળુભાઇ બેરાને મત્સ્ય અને ખાણ અને ખનીજ સંપતિ વિભાગનો હવાલો મળી શકે છે. ભાનુબેન બાબરીયાને સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ વિકાસનો હવાલો મળી શકે છે. હર્ષ સંઘવીને ગૃહ, મહેસૂલ અને કાયદો વ્યવસ્થા અને યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ મળી શકે છે. જગદીશ વિશ્વકર્માને ઉદ્યોગ, પ્રોકોલ NRG વિભાગ મળી શકે છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારના એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા કોણ છે ?

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. આઠ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. બે રાજ્યમંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે મંત્રીમંડળમાં છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા.  રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તેઓ એક માત્ર મહિલા મંત્રી છે.

ભાનુબેન બાબરીયા કોણ છે

  • ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે સતત બીજીવાર ચૂંટાઈને આવ્યા છે
  • 2012માં પ્રથમ વાર રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બન્યા હતાં
  • રાજકોટ વોર્ડ નંબર એકના કોર્પોરેટર તરીકે 2019માં ચૂંટાયા હતા
  • ભાનુબેન બાબરીયાના સસરા માધુભાઈ બાબરીયા પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય હતા
  • ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય અગ્રણી છે
  • રાજકોટ ગ્રામ્ય અનામત બેઠકમાં સતત બીજી વખત ચૂંટાઈને આવ્યા છે

મંત્રીમંડળ કેબિનેટ કક્ષાના મંત્રીઓ

1 ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
2 કનુભાઈ દેસાઈ - પારડી
3 ઋષિકેશ પટેલ - વિસનગર
4 રાઘવજી પટેલ - જામનગર ગ્રામ્ય
5 બળવંતસિંહ રાજપૂત - સિદ્ધપુર
6 કુંવરજી બાવળિયા - જસદણ
7 મુળુભાઇ બેરા - જમખભાલિયા
8 કુબેર ડિંડોર - સંતરામપુર, મહીસાગર
9 ભાનુબેન બાબરીયા - રાજકોટ ગ્રામ્ય

રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)

10 હર્ષ સંઘવી - મજુરા, સુરત
11 જગદીશ પંચાલ - નિકોલ, અમદાવાદ

રાજ્યકક્ષાના મંત્રીઓ

12 પરસોતમભાઈ સોલંકી, ભાવનગર ગ્રામ્ય
13 બચુભાઈ ખાબડ - દેવગઢબારિયા, દાહોદ
14 મુકેશ પટેલ - ઓલપાડ, સુરત
15 પ્રફુલ પાનસેરીયા,સુરત
16 ભીખુસિંહ પરમાર - મોડાસા
17 કુંવરજી હળપતિ

ઉત્તર ગુજરાતના બે ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા

સૌરાષ્ટ્રના ચાર, ઉત્તર ગુજરાતના બે ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા હતા. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના એક-એક ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા હતા.

શપથ સમારોહમાં કોણ કોણ રહ્યું હાજર

ભૂપેન્દ્ર પટેલ સરકારના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા, સ્મૃતિ ઈરાની સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?
BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Embed widget