શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હી પોલીસે પોતાના કમિશ્નર સામે લગાવ્યા નારા- 'હમારા સીપી કૈસા હો, કિરણ બેદી જૈસા હો'
દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચે બબાલ થઈ હતી. જેને લઈ દિલ્હી પોલીસના જવાનો પોલીસ મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચે બબાલ થઈ હતી. જેને લઈ દિલ્હી પોલીસના જવાનો પોલીસ મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મંગળવારે પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક પહોંચ્યા અને પ્રદર્શન કરી રહેલ પોલીસકર્મીઓને શાંતિની અપીલ કરી હતી. આ દરમિયાન પોલીસર્મીઓએ પટનાયક સામે જ 'હમારા સીપી કૈસા હો, કિરણ બેદી જૈસા હો' ના નારા લગાવવા હતા. પોલીસ કમિશ્નરની હાજરીમાં જ નારા લાગ્યા હતા જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
દિલ્હી પોલીસ કમિશ્નરે પ્રદર્શન કરી રહેલા પોલીસકર્મીઓને કહ્યું, અમે કાનૂનના ચોકીદાર છીએ અને અમારી ફરજ નિભાવતા રહેશું. પોલીસ કમિશ્નરે તમામને ફરજ પર પરત ફરવા કહ્યું હતું. પ્રદર્શન કરી રહેલા જવાનોએ પોલીસકર્મીઓ કમિશ્નર તરફથી પોતાના પક્ષમાં કોઈ મોટી રાહત આપવાની વાત ન કહેતાં ગુસ્સે થયા હતા અને નારેબાજી કરી હતી. દિલ્હી પોલીસ કમિશ્નરે જણાવ્યું કે પોલીસકર્મીઓ સાથે હિંસા કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જે ઘટના બની છે, તેને લઈ પોલીસમાં ગુસ્સો છે. અમે સ્થિતિ સુધારવા માટે સતત કોશિશ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં 2 નેમ્બરે પોલીસ અને વકીલો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને તરફથી જ એકબીજા પર હુમલો અને મારપીટ કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. મામલામા કેટલાક વકીલો ઘાયલ થયા હતા જ્યારે કેટલાય વાહનોમાં પણ આગચંપી કરવામાં આવી હતી. ઘટના બાદ વકીલોએ દેશભરમાં પ્રદર્ન કર્યું હતું. મંગળવારે દિલ્હી પોલીસના જવાન પોલીસ હેડક્વાર્ટર બહાર પ્રદર્શન કરી રહ્યા છે.#WATCH Delhi Police personnel raise slogans of "Humara CP (Commissioner of Police) kaisa ho, Kiran Bedi jaisa ho" outside the Police Head Quarters (PHQ) in ITO. They are protesting against the clash that broke out between police & lawyers at Tis Hazari Court on 2nd November. pic.twitter.com/f4Cs7kx9Dr
— ANI (@ANI) November 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion