G20 summit: જાણો શું છે બાયોફ્યુઅલ જેનો પીએમ મોદીએ કર્યો G20મા ઉલ્લેખ, તેનાથી પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે
G20 Summit 2023: પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ જો બાઈડેન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ અને ઇટાલીના વડા પ્રધાન મેલોનીની હાજરીમાં 'ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ'ની શરૂઆત કરી.
G20 Summit 2023: પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ જો બાઈડેન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ અને ઇટાલીના વડા પ્રધાન મેલોનીની હાજરીમાં 'ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ'ની શરૂઆત કરી.
'વન અર્થ' પરના G20 સમિટ સત્રમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને આબોહવા અવલોકનો માટે G20 સેટેલાઈટ મિશન શરૂ કરવાની દરખાસ્ત પણ કરી હતી અને નેતાઓને ગ્રીન ક્રેડિટ પહેલ પર કામ શરૂ કરવા વિનંતી કરી હતી. મોદીએ કહ્યું કે વૈકલ્પિક રીતે, અમે વ્યાપક વૈશ્વિક ભલાઈ માટે અન્ય ઇંધણ સંમિશ્રણ વિકસાવવા પર કામ કરી શકીએ છીએ, જે ન માત્ર સ્થિર ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરે છે પરંતુ આબોહવા સુરક્ષામાં પણ યોગદાન આપે છે.
#WATCH | G-20 in India: PM Narendra Modi launches 'Global Biofuels Alliance' in the presence of US President Joe Biden, President of Brazil Luiz Inacio, President of Argentina, Alberto Fernández and Prime Minister of Italy Giorgia Meloni. pic.twitter.com/fPpm77ONax
— ANI (@ANI) September 9, 2023
ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચનાનો ઉદ્દેશ ટકાઉ બાયોફ્યુઅલનો ઉપયોગ વધારવાનો છે. આ ઉપરાંત, તેનો ઉદ્દેશ બાયોફ્યુઅલ બજારને મજબૂત કરવાનો, વૈશ્વિક બાયોફ્યુઅલ વ્યવસાયને સરળ બનાવવા અને તકનીકી સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
બોયોફ્યુઅલ શું છે?
બાયોફ્યુઅલ એટલે છોડ, અનાજ, શેવાળ, ભૂસુ અને ખાદ્ય કચરામાંથી બનેલું ઈંધણ. બાયોફ્યુઅલ ઘણા પ્રકારના માયોમાસમાંથી કાઢવામાં આવે છે. તેમાં કાર્બનની માત્રા ઓછી હોય છે. જો તેનો ઉપયોગ વધશે તો પરંપરાગત ઈંધણ પેટ્રોલ અને ડીઝલ પર વિશ્વની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણીય પ્રદૂષણ પણ ઘટશે.
તેનો પ્રથમ વખત ઉપયોગ ક્યારે થયો?
વર્ષ 1890માં સૌપ્રથમવાર રુડોલ્ફ ડીઝલે ખેતી માટે ઈન્ટરનલ કમ્બશન એન્જિન ચલાવવા માટે વનસ્પતિ તેલનો ઉપયોગ કર્યો હતો.
બાયોફ્યુઅલ કેવી રીતે તૈયાર થાય છે?
બાયોફ્યુઅલ બનાવવા માટે વિવિધ પ્રકારની રિફાઈનરીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેને પાક સ્ટોકના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. ફસ્ટ જનરેશન બાયો ફ્યૂલ ખાદ્ય પાકોના ભંડાર પર આધાર રાખે છે. ફસ્ટ જનરેશનના એકમમાં, શેરડીના પાક અને અનાજના સ્ટાર્ચ પર પ્રોસેસ કરવામાં આવે છે, જ્યારે બીજી જનરેશનના બાયોફ્યુઅલને વિકસિત બાયોફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. આમાં, પ્રોસેસ અખાદ્ય છોડ, વુડી બાયોમાસ અથવા ભૂસામાં થાય છે. ત્રીજી પેઢીના બાયોફ્યુઅલ બાયોમાસ શેવાળ અને સૂક્ષ્મજીવાણુઓમાંથી બનાવવામાં આવે છે. ચોથી પેઢીના બાયોફ્યુઅલ બાયોમાસ સામગ્રી પર આધાર રાખે છે જે કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે.
ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ કનેક્ટિવિટી કોરિડોર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે
પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં ભારત પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણનું માધ્યમ બનશે. પીએમ મોદીએ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ (PGII) અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર પ્રોગ્રામ માટે પાર્ટનરશિપમાં ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ કનેક્ટિવિટી કોરિડોર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.