NHAI એ ટોલ પ્લાઝા પર તૈનાત કરી નવી ટેકનોલોજી, ગાડીઓનું થશે રિયલ ટાઇમ મોનિટરિંગ
આ ટેક્નોલોજી સાથે લાઇવ મોનિટરિંગ સિસ્ટમ રિયલ ટાઇમમાં ટ્રાફિક માટે એલર્ટ કરશે
![NHAI એ ટોલ પ્લાઝા પર તૈનાત કરી નવી ટેકનોલોજી, ગાડીઓનું થશે રિયલ ટાઇમ મોનિટરિંગ NHAI Rolls Out GIS Based Software To Monitor 100 Toll Plazas NHAI એ ટોલ પ્લાઝા પર તૈનાત કરી નવી ટેકનોલોજી, ગાડીઓનું થશે રિયલ ટાઇમ મોનિટરિંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/31/15375e827dc574d1554a23809216e44e1725098860110729_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
GIS Software Deployed For Toll Plaza: નેશનલ હાઈવે પર ટ્રાફિક ફ્લોને સરળ બનાવવા માટે જીઆઈએસ આધારિત સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના દ્વારા લગભગ 100 ટોલ પ્લાઝા પર નજર રાખવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આ અંગેની માહિતી આપતી સત્તાવાર રીલીઝ બહાર પાડી છે.
To ensure seamless flow of traffic, #IHMCL, a company promoted by #NHAI, has introduced GIS-based software for ‘Real-Time Monitoring’ of waiting time at toll plazas.
— NHAI (@NHAI_Official) September 2, 2024
Read here: https://t.co/5ig4EF8L7v pic.twitter.com/xWtVadG5Ba
આ ટોલ પ્લાઝાની પસંદગી NHAI હેલ્પલાઇન દ્વારા લોકો તરફથી મળેલા પ્રતિસાદના આધારે કરવામાં આવી છે. આ ટેક્નોલોજી સાથે લાઇવ મોનિટરિંગ સિસ્ટમ રિયલ ટાઇમમાં ટ્રાફિક માટે એલર્ટ કરશે. જો ટોલ પ્લાઝા પર વાહનોની લાઇન નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો લેન એડજસ્ટમેન્ટની ભલામણ કરશે. આ સાથે વધુ ટોલ પ્લાઝાને આવરી લેવા માટે ધીમે ધીમે મોનિટરિંગ સેવાનો વિસ્તાર કરવામાં આવશે.
સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે?
આ સોફ્ટવેર દરેક ટોલ પ્લાઝાનું નામ, સ્થાન, કારની લાઇની સ્થિતિ , રાહ જોવાનો સમય અને વાહનની ઝડપ સહિત ઘણી મહત્વપૂર્ણ માહિતી આપશે. આ સાથે તે ટ્રાફિકની ચેતવણી પણ જાહેર કરશે અને જો વધુ ભીડ હોય તો લેન બદલવાનું પણ સૂચન કરશે. GIS સોફ્ટવેરની રજૂઆત સાથે NHAI ટ્રાફિક ભીડની સ્થિતિ અંગે નિયમિત રિપોર્ટ મેળવી શકશે.
એટલું જ નહીં આ સોફ્ટવેર વર્તમાન હવામાન અને સ્થાનિક તહેવારોની માહિતી પણ આપશે. આ સાથે NHAI અધિકારીઓ ટ્રાફિકનું સંચાલન કરવા અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવા માટે વધુ સારી યોજનાઓ શોધી શકશે.
આ સિસ્ટમ ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. આ સાથે કલાકદીઠ, દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે ટ્રાફિકની ભીડ અંગેની માહિતી ઉપલબ્ધ થશે. અત્યાર સુધીની તેની સૌથી મોટી ટેકનિક પહેલમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશના 100 ટોલ પ્લાઝા પર GIS આધારિત સોફ્ટવેર લાગુ કર્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)