Oxfam India: CBIએ Oxfam India વિરુદ્ધ દાખલ કર્યો કેસ, વિદેશી ફંડિંગમાં ઉલ્લંઘનનો આરોપ
સીબીઆઈએ કહ્યું કે તેણે ગૃહ મંત્રાલયની ફરિયાદ પર કાર્યવાહી કરી છે
![Oxfam India: CBIએ Oxfam India વિરુદ્ધ દાખલ કર્યો કેસ, વિદેશી ફંડિંગમાં ઉલ્લંઘનનો આરોપ Oxfam India: CBI files case against Oxfam India, holds office search Oxfam India: CBIએ Oxfam India વિરુદ્ધ દાખલ કર્યો કેસ, વિદેશી ફંડિંગમાં ઉલ્લંઘનનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/8e312595f2e847045066d54bc0c16006168195361763374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CBI Raids Oxfam India: સીબીઆઈએ ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) ના કથિત ઉલ્લંઘન બદલ ઓક્સફેમ ઈન્ડિયા સામે એફઆઈઆર નોંધી છે. અધિકારીઓએ બુધવારે (19 એપ્રિલ) આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈએ દિલ્હીમાં ઓક્સફેમ ઈન્ડિયાની ઓફિસ પર દરોડા પાડ્યા છે. સીબીઆઈએ કહ્યું કે તેણે ગૃહ મંત્રાલયની ફરિયાદ પર કાર્યવાહી કરી છે જેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં ઓક્સફેમ ઈન્ડિયાનું એફસીઆરએ લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું.
Central Bureau of Investigation (CBI) has registered a case against Oxfam India and its office-bearers for allegedly violating the provisions of India's foreign funding rules, following a reference from the MHA: Officials
— ANI (@ANI) April 19, 2023
એફઆઈઆરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઓક્સફેમ ઈન્ડિયાની FCRA રજીસ્ટ્રેશન સમાપ્ત થઈ ગઈ હોવા છતાં તેણે અન્ય માધ્યમો દ્વારા ભંડોળની લેવડદેવડ કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ફરિયાદ અનુસાર, Oxfam India ને 2013 થી 2016 ની વચ્ચે લગભગ રૂ. 1.5 કરોડ સીધા જ તેના ફોરેન કોન્ટ્રીબ્યુશન યુટિલાઈઝેશન એકાઉન્ટમાં મેળવ્યા હતા.
The Central Bureau of Investigation (CBI) has registered a case against Indian Development Group (India Chapter) in Lucknow and three other NGOs for allegedly violating the provisions of India's foreign funding rules: CBI officials
— ANI (@ANI) April 19, 2023
Oxfam શું કરે છે?
Oxfam India એ Oxfam ના વૈશ્વિક સંઘનો એક ભાગ છે, જે ગરીબી, અસમાનતા, લિંગ ન્યાય અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર કામ કરે છે. બિન-સરકારી સંસ્થા (એનજીઓ) એ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તે અધિકારીઓને સહકાર આપી રહી છે.
ફરિયાદમાં કર્યા છે આ આક્ષેપો
ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ઓક્સફેમ ઈન્ડિયા અન્ય એસોસિએશનો અથવા નફાકારક કન્સલ્ટિંગ ફર્મને ફંડ ટ્રાન્સફર કરીને FCRAને બાયપાસ કરવાની યોજના બનાવી રહી છે. સીબીઆઈએ કહ્યું કે તેણે ગયા વર્ષે સર્ચ ઓપરેશન દરમિયાન ઓક્સફેમ ઈન્ડિયાની ઓફિસમાંથી અનેક ઈમેલ જપ્ત કર્યા હતા. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઓક્સફેમ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2019-20માં સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR)ને ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA), 2010ના નિયમોનું ઉલ્લંઘન કરીને 12.71 લાખ રૂપિયા આપ્યા હતા.
ઓક્સફેમે એક નિવેદન બહાર પાડ્યું
આ મહિનાની શરૂઆતમાં એક નિવેદનમાં Oxfam India એ કહ્યું હતું કે Oxfam India તમામ સરકારી એજન્સીઓને સહકાર આપી રહ્યું છે કારણ કે ડિસેમ્બર 2021 માં તેની FCRA નોંધણીનું નવીકરણ કરવામાં આવ્યું ન હતું. અમે અમારા FCRA રજિસ્ટ્રેશનને રિન્યુ ન કરવાના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને અમારી અરજીનો જવાબ આપવા કહ્યું છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)