શોધખોળ કરો
Mahesh Babu જ નહીં, સાઉથના આ સ્ટાર્સે પણ બોલિવૂડમાં કામ કરવાનો કર્યો છે ઇનકાર
મહેશ બાબૂ
1/8

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ બોલિવૂડ પર વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં છે. અદિવી શેષની ફિલ્મ ‘મેજર’ના ટ્રેલર લોન્ચ દરમિયાન અભિનેતાએ કંઈક એવું કહ્યું જે બોલીવુડના ચાહકોને ખૂબ નિરાશ કરી શકે છે.
2/8

મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે મહેશ બાબુ સાથે તેમના બોલિવૂડ ડેબ્યૂ વિશે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે હિન્દી સિનેમા તેમને એફોર્ડ કરી શકે તેમ નથી. એટલા માટે તે બોલિવૂડમાં કામ કરવામાં પોતાનો સમય બગાડશે નહીં. મહેશ બાબુ એકમાત્ર એવા અભિનેતા નથી કે જેમણે બોલિવૂડમાં કામ કરવાનો ઇનકાર કર્યો હોય એવા અનેક સ્ટાર્સ છે જેમણે બોલિવૂડમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે.
3/8

અલ્લુ અર્જુન સાઉથ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે જેમણે ફિલ્મ પુષ્માથી કરોડો લોકોને દિવાના બનાવ્યા છે. પુષ્પાને જોયા બાદ દરેક વ્યક્તિ તેની એક્ટિંગને બોલિવૂડ ફિલ્મમાં જોવા માંગે છે.
4/8

રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન માટે ફેન્સનો ક્રેઝ જોઈને તેને 'બજરંગી ભાઈજાન' ઑફર કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. એક રિપોર્ટ અનુસાર, તેને '83'માં કામ કરવાની ઓફર કરાઇ હતી પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
5/8

અનુષ્કા સાઉથ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. બોલિવૂડના ઘણા નિર્માતાઓએ તેમને તેમની ફિલ્મોમાં કાસ્ટ કરવા માટે તેમનો સંપર્ક કર્યો છે.
6/8

અનુષ્કાની લોકપ્રિયતા અને પ્રતિભાને કારણે તેને ફિલ્મ 'સિંઘમ' ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી હતી.
7/8

મલયાલમ અભિનેતા હોવા છતાં નિવિનના ચાહકો બોલિવૂડમાં પણ છે. તે પોતાની ક્યુટનેસને કારણે હંમેશા બધાનો ફેવરિટ રહ્યો છે. તેથી જ તેને હિન્દી સિનેમામાં જોવાની દરેકની ઈચ્છા રહી છે.
8/8

થોડા સમય પહેલા અનુરાગ કશ્યપ સાથે નિવિનનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને જોઈને અટકળો શરૂ થઈ હતી કે તે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. પરંતુ એ વાત સાચી નથી. નિવિન હાલમાં પોતાનું તમામ ધ્યાન મલયાલમ ફિલ્મોમાં કેન્દ્રિત કરી રહ્યો છે.
Published at : 11 May 2022 07:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
