શોધખોળ કરો
Skin Care tips: વધતી જતી ઉંમરની સ્કિન પર અસરને ઓછી કરશે આ નુસખા, રૂટીનમાં કરો સામેલ
ઉંમર સાથે ત્વચાની હેલ્થ જાળવવા માટે એન્ટીઑકિસડન્ટયુક્ત ફૂડનું સેવન કરો. વિટામિન-A, D, E, Omega 3 ફેટી એસિડથી ભરપૂર ફૂડ આપના આહારમાં હોવી જોઈએ.

સ્કિન કેર ટિપ્સ
1/7

ઉંમર સાથે ત્વચાની હેલ્થ જાળવવા માટે એન્ટીઑકિસડન્ટયુક્ત ફૂડનું સેવન કરો. વિટામિન-A, D, E, Omega 3 ફેટી એસિડથી ભરપૂર ફૂડ આપના આહારમાં હોવી જોઈએ.
2/7

સ્કિનની સુંદરતા વધારવા માટે વિટામિન સી સૌથી મહત્વપૂર્ણ છે. તેનાથી ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધે છે અને ઢીલી ત્વચાની સમસ્યા દૂર થાય છે.
3/7

જો ઉંમર વધવાની સાથે ત્વચા ઢીલી પડવા લાગે છે, તો તેનો અસરકારક ઉપાય છે ચહેરાની મસાજ. તેનાથી ત્વચા ટાઈટ અને હાઈડ્રેટ પણ રહેશે. તમે ચહેરાના મસાજ માટે નારિયેળથી લઈને ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.
4/7

સારા આહારની સાથે સાથે, ત્વચાની મજબૂતાઈ અને ગ્લો જાળવી રાખવા માટે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તેથી રાત્રે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લેવાનું ધ્યાન રાખો.
5/7

વધુ પડતો સ્ટ્રેસ લેવાથી વાળ ખરવા ઉપરાંત ત્વચા પર પણ અસર થાય છે. આ કારણે તણાવ લેવાનું પણ ટાળો. પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને યોગની મદદ લો.
6/7

અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર, સ્ક્રબિંગ કરો. આ માટે ખાંડ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે સ્ક્રબિંગ પછી એલોવેરા જેલનો ઉપયોગ પણ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે.
7/7

ત્વચાને હેલ્ધી રાખવા માટે ટોપિકલ એપ્લિકેશનની સાથે બેલેસ્ડ પોષણયુક્ત ડાયટ લેવું પણ જરૂરી છે. ગ્રીન વેજિટેબલ અને સલાડને સિઝનલ ફ્રૂટને ડાયટમાં સામેલ કરો.
Published at : 01 Feb 2023 08:09 AM (IST)
આગળ જુઓ
Advertisement