શોધખોળ કરો
Ahmedabad: શહેર કોટડાના નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન, પોલીસ કમિશ્નરને કર્યું સૂચન
News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને આજે નવા પોલીસ સ્ટેશન બિલ્ડીંગની ભેટ મળી. કાલુપુર બ્રિજ છેડે શહેર કોટડા પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેની શરૂઆત રાજ્યના ગૃહ મંત્રીએ કરાવી.

શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતાં હર્ષ સંઘવી
1/8

પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગ નું ઉદ્ઘાટન કરવા આવેલ ગૃહમંત્રી એ ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યપાલના તમામ પોલીસકર્મી અને પોલીસ અધિકારીઓને કેટલીક મહત્વપૂર્ણ બાબતો અંગે ટકોર પણ કરી દીધી.
2/8

ગૃહમંત્રી એ એક મહત્વપૂર્ણ બાબતની જાણકારી એ પણ આપી કે વિભાગ દ્વારા એક સર્વે કરાવવામાં આવી રહ્યો છે, જેમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરી ચૂકેલ એવા અરજદારો પાસેથી પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન તેમનો અનુભવ અને પોલીસકર્મી કે પોલીસ અધિકારીના વર્તન અંગે પણ પ્રતિભાવ લેવામાં આવી રહ્યા છે
3/8

પોલીસ કર્મી પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારના નાગરિકો સાથે સુમેળ ભર્યા સંબંધો વિકસાવવા માટે પણ ટકોર કરી. સાથે સાથે એ પણ સંભળાવી દીધું કે તેમને એ પણ ખ્યાલ છે કે ક્યાં, કોણ નાગરીકો સાથે નથી મળીને મળતા, પરંતુ તે ક્યારેય ન ચાલવી લેવાય.
4/8

પોલીસે હમેશા લોકોની સાથે રહી સાથે રાખીને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત બનાવવું જોઈએ. હર્ષ સંવેદ તો ત્યાં સુધી કહી દીધું કે જો મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી રોજ 500 અરજીઓનો નિકાલ કરીને લોકોને મળતા હોય તો પીઆઇ , એસીપી, કે ડીસીપી કેમ લોકો સાથે ન મળી શકે, એવું તો શુ કામની વ્યસ્તતા હોય છે!
5/8

પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા રાખવાની બાબતને ઉલ્લેખ કરતા સંભળાવી દીધું કે પોલીસ સ્ટેશનની અંદર અને પોલીસ સ્ટેશનની બહાર ગંદકી ક્યારેય ન ચલાવવી લેવાય.
6/8

તેમણે શહેરના પોલીસ કમિશનરને એ પણ સૂચન કર્યું કે પોલીસનો સ્ટેશનમાં આવતા અરજદારો પ્રત્યે વ્યવહાર પણ સારો હોવો જોઈએ જો કોઈ સિનિયર સિટીઝન પોલીસ સ્ટેશન આવે તો પોલીસે તેને એક ગ્લાસ પાણી આપવું જોઈએ, તેમાં તેની કોઈ તાકાત ઓછી નથી થઈ જવાની..આ પ્રકારના વર્તનના કારણે સામાન્ય નાગરિકોની પોલીસ પ્રત્યે શ્રદ્ધા અને અભિગમ પણ બદલાશે.
7/8

પોલીસ કમિશ્નર સાથે હર્ષ સંઘવી
8/8

પોલીસ સ્ટેશનની અનાવરણ કરાયેલી તકતી
Published at : 03 Jan 2024 05:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
