શોધખોળ કરો
In Pics: યુસુફ પઠાણ પહેલા આ ક્રિકેટરો પણ રાજનીતિની પીચ પર મેળવી ચૂક્યા છે સફળતા, જાણો
યુસુફ પઠાણ લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ આ પહેલા પણ ઘણા ભારતીય ક્રિકેટરોએ રાજકીય પીચ પર સફળતા મેળવી છે

(તસવીર- એબીપી લાઇવ)
1/6

Yusuf Pathan: પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે આ વખતે લોકસભા ચૂંટણી જીતી લીધી છે. આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને બહેરામપુર બેઠક પરથી હરાવ્યા હતા.
2/6

યુસુફ પઠાણ લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ આ પહેલા પણ ઘણા ભારતીય ક્રિકેટરોએ રાજકીય પીચ પર સફળતા મેળવી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/6

આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ 2004 થી 2014 સુધી સાંસદ હતા. આ ખેલાડી અમૃતસર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરતાં હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/6

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન 2009ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બન્યા હતા. પૂર્વ ભારતીય કેપ્ટને કોંગ્રેસની ટિકિટ પર સફળતા મેળવી હતી. જો કે, હવે મોહમ્મદ અઝહરુદ્દીન સક્રિય રાજકારણનો ભાગ નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/6

ભારતીય ટીમે કપિલ દેવના નેતૃત્વમાં 1983માં પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યો હતો. કીર્તિ આઝાદ પણ તે ભારતીય ટીમનો ભાગ હતા. ક્રિકેટને અલવિદા કહ્યા બાદ કીર્તિ આઝાદે રાજકીય ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવ્યું, જ્યાં આ ખેલાડીને સફળતા મળી. કીર્તિ આઝાદે બિહારની દરભંગા લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી 2014 જીતી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
6/6

પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન ચૌહાણ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ 1991ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ભાજપની ટિકિટ પર સાંસદ બન્યા હતા. આ સિવાય તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 06 Jun 2024 11:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
