(Source: ECI/ABP News/ABP Majha)
Summer Tips: ગરમીમાં ચહેરા પર ક્રિમ લગાવવી યોગ્ય છે કે નહી? જાણો ફાયદા અને નુકસાન
Summer Tips: ઉનાળાની ઋતુ આવતા જ ચામડી સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો તેનાથી પોતાને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે
Summer Tips: ઉનાળાની ઋતુ આવતા જ ચામડી સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો તેનાથી પોતાને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ ઘણા લોકોને તેનાથી રાહત મળતી નથી. ઉનાળામાં મોટાભાગના લોકો ચહેરા પર ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં ચહેરા પર ક્રીમ લગાવવી ચામડી માટે સારી છે કે નહીં? જો તમે નથી જાણતા તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને જણાવીશું કે ઉનાળાની ઋતુમાં ચહેરા પર ક્રીમ લગાવવી ચામડી માટે ફાયદાકારક છે કે નહીં.
શું ચહેરા પર ક્રીમ લગાવવી યોગ્ય છે?
ઉનાળામાં ચામડીની સંભાળ રાખવી થોડી મુશ્કેલ બની જાય છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે આપણને પરસેવો થાય છે, જેના કારણે આપણી ચામડી કાળી થવા લાગે છે. આવી સ્થિતિમાં ચહેરા પર ક્રીમ લગાવવી કેટલાક લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો કેટલાક લોકો માટે નુકસાન પણ થઈ શકે છે. ઉનાળામાં ચામડી શુષ્ક અને નિર્જીવ બની જાય છે. તેનાથી બચવા માટે તમે તમારા ચહેરા પર ક્રીમ લગાવી શકો છો. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
ક્રીમ ચામડીને ધૂળ અને ગંદકીથી બચાવવામાં મદદ કરે છે, પરંતુ ધ્યાન રાખો કે ઉનાળામાં હેવી ક્રીમનો ઉપયોગ ન કરો. જો તમે આ કરો છો તો તમારા ચહેરા પર ખીલ થઈ શકે છે. તમારી સ્કિન અનુસાર ક્રીમનો ઉપયોગ કરો. ઘણી વખત કેટલીક ક્રીમ ઓઇલી સ્કિનને અનુરૂપ નથી હોતી જેના કારણે પિમ્પલ્સ અને ચહેરો ઓઇલી દેખાવા લાગે છે. કેટલીક ક્રિમ સ્કિનની સમસ્યાઓ જેવી કે ખીલ, ચકામા વગેરેની સારવારમાં મદદ કરે છે.
ઓઇલી સ્કિનની સારવાર
જો તમારી સ્કિન ઓઇલી છે તો તમારે ઓઇલ ફ્રી ક્રીમ અથવા જેલનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ તમે તમારા ચહેરા પર લગાવવા માટે ક્રીમ પસંદ કરો તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવો. કોઈપણ નવી ક્રીમનો ઉપયોગ કરતા પહેલા એકવાર પેચ ટેસ્ટ કરો. તમારા ચહેરાને દિવસમાં 2 થી 3 વખત ઠંડા પાણીથી ધોઈ લો. કેટલાક લોકોને ક્રીમમાં રહેલા કેમિકલ્સની એલર્જી થઈ શકે છે, જો આવું થાય, તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મુકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.