શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોડાસાના પરિવારનો ઉદયપુરમાં ઝેર ખાઈ સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્નીનું મોત, પુત્ર-પુત્રી સારવાર હેઠળ
એસ પી કૈલાશ ચંદ્ર વિશ્નોઈએ જણાવ્યું કે, મૃતક નૈનેશ હસમુખદાસશાહ તેમની પત્ની દામિની તથા પુત્ર અને પુત્રી સાથે બપોરે આશરે 12.30 કલાકે હોટલ હર્ષ પેલેસ પહોંચ્યા હતા. ખુદને ટૂરિસ્ટ ગણાવીને તેમણે હોટલમાં આશરે દોઢ કલાક આરામ કરવાની વાત કરી રૂમ ભાડે લીધો હતો.
મોડાસાઃ ઉદયપુરની હોટલ હર્ષ પેલેસમાં આરામ કરવાનું કહીને રોકાયેલા ગુજરાતના મોડાસાના પરિવારે ઝેર ખાઈના સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દંપત્તિએ પહેલા તેમના દીકરા અને દીકરીને ઝેર ખવડાવ્યું હતું અને બાદમાં પતિ-પત્નીએ પણ ઝેર પીને મોતને વહાલું કર્યું હતું. પરિવાર મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલું છે. ઘટનામાં પુત્ર-પુત્રીનો બચાવ થયો હતો.
આ રીતે ઘટના આવી સામે
જ્યારે તેમની દીકરી સીડીઓ પરથી ઘસડાઈને હોટલના રિસેપ્શન પર પહોંચી ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. હોટલ કર્મચારીએ રૂમમાં જઈને જોયું તો દંપત્તિનું મોત થઈ ચુક્યુ હતું. જ્યારે દીકરા તથા દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ઉપરાંત હોટલની રૂમમાં પરિવારે ઉલટી કરી હતી. મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડ પરથી પોલીસે તેમની ઓળખ ગુજરાતના મોડાસાના લિમડા ચોકમાં મહેતા વાડા કોલોનીમાં રહેતા તરીકે કરી હતી. તેમણે આધાર કાર્ડની કોપી હોટલમાં રોકાતી વખતે જમા કરાવી હતી. પરિવારે કેમ સામૂહિક આત્મહત્યાનું પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી.
આરામ કરવાના બહાને હોટલમાં બુક કરાવ્યો હતો રૂમ
એસ પી કૈલાશ ચંદ્ર વિશ્નોઈએ જણાવ્યું કે, મૃતક નૈનેશ હસમુખદાસશાહ તેમની પત્ની દામિની તથા પુત્ર અને પુત્રી સાથે બપોરે આશરે 12.30 કલાકે હોટલ હર્ષ પેલેસ પહોંચ્યા હતા. ખુદને ટૂરિસ્ટ ગણાવીને તેમણે હોટલમાં આશરે દોઢ કલાક આરામ કરવાની વાત કરી રૂમ ભાડે લીધો હતો. હોટલ માલિક તખત સિંહ શેખાવતના પુત્ર જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, બપોરે આશરે 1 કલાકે નૈનેશની દીકરી રૂમમાંથી ઢસડાતી બહાર આવી અને તે આ રીતે સીડીઓ ઉતરવા લાગી. તેણી હોસ્પિટલ-હોસ્પિટલ બૂમો પાડી રહી હતી. હોટલના સ્ટાફે પુત્રીને સંભાળી અને રૂમમાં પહોંચીને જોયું તો બેડ પર નૈનેશ તથા તેમની પત્નીનો મૃતદેહ પડ્યો હતો. જ્યારે પુત્ર રૂમમાં તડપી રહ્યો હતો.
IND vs WI: ઘાયલ ધવન વન ડે સીરિઝ પણ ગુમાવશે, જાણો કયા આક્રમક બેટ્સમેનનો કરાયો સમાવેશ
પુનર્જન્મનો ઉલ્લેખ કરી કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું- સરદાર પટેલ ક્યારેક મોદીને મળશે તો ખૂબ નારાજ થશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion