Watch: અનંત અંબાણીના પ્રી વેડિંગમાં 'વીર-ઝારા' બન્યા શાહરૂખ અને ગૌરી, વીડિયો વાયરલ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં બૉલીવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટના ત્રીજા દિવસે ઘણા મહેમાનોએ ભાગ લીધો હતો
Anant-Radhika Pre Wedding: અનંત અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલી હતી. આ ઈવેન્ટમાં સેલિબ્રિટી, સ્પોર્ટ્સ પર્સન અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટની સાથે ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
બૉલીવુડના કેટલાય સ્ટાર્સ રહ્યાં હાજર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં બૉલીવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટના ત્રીજા દિવસે ઘણા મહેમાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બચ્ચન પરિવાર, ઉદિત નારાયણ અને અરિજિત સિંહ જેવી હસ્તીઓ હાજર રહી હતી, પરંતુ તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટના ત્રીજા દિવસે શાહરૂખ ખાન અને ગૌરી સૌથી વધુ ચર્ચામાં હતા. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંનેએ વીર-ઝારાના ગીત 'મેં યહાં હું..' પર જોરદાર ડાન્સ કર્યો હતો.
શાહરૂખ ખાનનો વીડિયો વાયરલ
ઈવેન્ટમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને કપલ જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. ઉદિત નારાયણ સ્ટેજ પર 'મેં યહાં હૂં' ગીત ગાઈ રહ્યા છે. અને નીચે આ ગીત પર શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાનનો હાથ પકડીને ડાન્સ કરી રહ્યો છે. જેના પર શાહરૂખના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
.@iamsrk sir and @gaurikhan dance their heart out#Jamnagar pic.twitter.com/GQ6QIEbO5p
— Faridoon Shahryar (@iFaridoon) March 3, 2024
રાધિકાએ બ્રાઇડ એન્ટ્રીએ ધમાલ મચાવી -
ઇવેન્ટના ત્રીજા દિવસે રાધિકા મર્ચન્ટની બ્રાઇડ એન્ટ્રીએ ડાન્સ કર્યો હતો. તેની એન્ટ્રી ખૂબ જ શાનદાર જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જ્હાન્વી કપૂર સહિત અનેક બૉલીવૂડ અભિનેત્રીઓ દુલ્હન રાધિકાનું સ્વાગત કરતી જોવા મળે છે. રાધિકા ડાન્સ કરતી અને ધીમે ધીમે અનંત તરફ જતી જોવા મળે છે. જેમાં અનંત તેની સામે જોઈને હસી રહ્યો છે.
View this post on Instagram