Surat News: પનીર ખરીદતા પહેલા સાવધાન, 230 કિલો નકલી પનીરનો ઝડપાયો જથ્થો, અસલી-નકલીની આ રીતે કરો ચકાસણી
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપાયો છે. આ પનીર બનાવવા માટે મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો.
Surat News:સુરતના પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીરનો 230 કિલોગ્રામનો જથ્થો ઝડપાયો છે.આ પીનર દૂધના ફેટમાંથી નહીં પરંતુ પામ ફેટ અને સ્ટાર્ચથી બનાવવામાં આવતું હતું. રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ એટલે કે ખાવા લાયક નહીં હોવાનું જણાઈ આવ્યું છે. આ પનીર બનાવવા માટે ખાસ કરીને બાઇડીંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો, આ મામલો સામે આવતા મની સામે એજ્યુકેટીંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ પનીરનો જથ્થો વલસાડ થી લાવવામાં આવ્યો હતો. સુરતના પાંડેસરાથી આ બોગસ પનીર ઝડપાયુ હતું.આરોગ્ય અધિકારીએ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા.શું તમે પણ બજારમાંથી પનીર લાવો છો અને શાકથી લઈને પરાઠા અને મીઠાઈઓ ઘરે બનાવો છો? તો સાવચેત રહો, કારણ કે,બજારમાં નકલી પનીરનું ધૂમ વેચાણ થાય છે. આવી સ્થિતિમાં, અમે આપને જણાવી રહ્યાં છીએ કે નકલી પનીરની કેવી રીતે કરશો ઓળખ
Paneer ખાવાના છો શોખીન, તો સાવધાન, નકલી પનીરની આ રીતે કરો ચકાસણી
વાસ્તવમાં નકલી પનીર સિન્થેટિક રીતે તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે બગડેલું દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલીન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાવડર અને સલ્ફ્યુરિક એસિડ જેવા રસાયણો ભેળવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
પનીરની શુદ્ધતા તપાસવા માટે પહેલા તેને ગરમ પાણીમાં થોડીવાર ઉકાળો. આ પાણીમાં સોયાબીનનો લોટ અને તુવેર દાળનો પાવડર ઉમેરો. લોટ મિક્સ કર્યા પછી પનીરનો રંગ લાલ થવા લાગે છે, કારણ કે પનીર બનાવતી વખતે ડિટર્જન્ટ અને યુરિયા જેવી રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે.
પનીરનું પરીક્ષણ કરવાની બીજી રીત એ છે કે, પનીરને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરો. હવે પનીરના આ એક ટુકડામાં ટિંકચર આયોડીનના થોડા ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી થઈ જાય તો સમજી લેવું કે આ પનીર ભેળસેળ છે. જણાવી દઈએ કે ટિંકચર આયોડિન એક એન્ટિસેપ્ટિક દવા છે, જે ઘા પર લગાવવામાં આવે છે. તમે તેને મેડિકલ શોપ પર સરળતાથી મેળવી શકો છો.