(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: અમેરિકા-યુરોપમાં મંદીની ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર માઠી અસર, ડીટીસીએ રફના ભાવમાં ઘટાડો કર્યો છતાં ફાયદો નહીં
Surat Diamond News: કોરોના કાળમાં જયારે બધા ઉદ્યોગ ધંધા બંધ હતા ત્યારે માત્ર ડાયમંડ ઈન્ડસ્ટ્રી પુરપાટ ઝડપે દોડી રહી હતી.
Surat Diamond Industry News: અમેરિકા-યુરોપમાં હાલ મંદી છે. જેની સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર માઠી અસર જોવા મળી રહી છે. ડીટીસીએ રફ હીરાના ભાવ 3% સુધી ઘટાડ્યા છતા ફાયદો નથી થઈ રહ્યો. રફ હીરાના ભાવમાં હજુ ઘટાડો થાય તેવી હીરા ઉદ્યોગકારોની અપેક્ષા છે. બે વર્ષથી કથળેલા ડાયમંડ માર્કેટને સ્ટેબલ રાખવા પ્રયાસ છે. ડીટીસીની રફ હીરાની બહાર પડેલી સાઈટમાં ભાવમાં 2થી 3 ટકા સુધીનો ઘટાડો કરાયો છે. રફ ટ્રેડિંગ કંપની ડીબીયર્સે રફની હરાજી કરી છે. GJEPC ગુજરાતના પૂર્વ ચેરમેન દિનેશ નાવડીયાના જણાવ્યા મુજબ, અમેરિકા-યુરોપ સહિતના દેશોમાં મંદી હોવાથી માર્કેટને સ્ટેબલ રાખવા રફના ભાવમાં ઘટાડો કરાયો છે. છેલ્લા 2 વર્ષથી સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર માઠી બેઠી છે..
કોરોના કાળમાં જયારે બધા ઉદ્યોગ ધંધા બંધ હતા ત્યારે માત્ર ડાયમંડ ઈન્ડસ્ટ્રી પુરપાટ ઝડપે દોડી રહી હતી. પરંતુ યુક્રેન-રશિયા અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ પછી વિશ્વમાં હીરાની માંગમાં ઘટાડો થયો હતો. દોઢ મહિના પહેલાં જ ડીબીયર્સે રફની સાઈટ યોજી હતી, જેમાં રફના ભાવ સ્થિર રહ્યા હતા. જો કે, હાલની પરિસ્થિતિને જોઇને માર્કેટ સ્થિર કરવા માટે ભાવમાં 2થી 3 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાઈટમાં ભાગ લેનારા વેપારીઓના મતે માર્કેટ સ્ટેબલ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.
ગયા મહિને યોજાયેલી ડીટીસીની રફની હરાજીમાં ભાવો સ્થિર રાખવામાં આવ્યા હતા, પરંતુ આ વખતની હરાજીમાં ઓલઓવર રફના ભાવોમાં 2થી 3 ટકા સુઘીનો ઘટાડો કરવામાં આવ્યો છે. માર્કેટને સ્થિર રાખવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.