શોધખોળ કરો
Advertisement

Jennifer Wingetને જ્યારે 'બિચારી' કહેવા લાગ્યા હતા લોકો, છૂટાછેડા બાદ આવી થઇ હતી એક્ટ્રેસની હાલત.......
જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/9

Jennifer Winget: સ્ટાર એક્ટ્રેસ જેનિફર વિન્ગેટનો હૉટ લૂક અત્યારે ફેન્સને ઘાયલ કરી રહ્યો છે, હાલમાં તેની લેટેસ્ટ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. પરંતુ ખરેખરમાં, જ્યારે જેનિફર વિન્ગેટના છૂટાછેડા થયા ત્યારે તે 29 વર્ષની હતી, પોતાની લાઇફ વિશે વાત કરતાં જેનિફર વિન્ગેટે કહ્યું હતું કે તે સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, તે સમજી શકતી ન હતી કે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. જોકે, હવે ધીમે ધીમે પરિસ્થિતિઓને કાબુમાં રાખી રહી છું.
2/9

ટીવી અભિનેત્રી જેનિફર વિન્ગેટ વિશે વાત કરીએ તો, તેને બાળ કલાકાર તરીકે પોતાની ટીવી સફરની શરૂઆત કરી હતી, અને હવે જેનિફર એક્ટિંગમાં ખુબ જ માહેર થઇ છે.
3/9

શાનદાર કરિયરની સાથે જ્યારે અભિનેત્રીને એક શૉ દરમિયાન તેનો પ્રેમ મળ્યો, ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. અભિનેત્રીની મુલાકાત એક્ટર કરણસિંહ ગ્રોવર સાથે શૉ દિલ મિલ ગયે દરમિયાન થઈ હતી.
4/9

બંને વચ્ચે સારી મિત્રતા હતી, તેઓ સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ આ લગ્ન માંડ 2 વર્ષ સુધી ટકી શક્યા.
5/9

ખરેખર, આ દરમિયાન બંને વચ્ચે પરસ્પર મતભેદો થતા રહ્યાં, આવામાં વર્ષ 2014માં જેનિફર વિન્ગેટ અને કરણ સિંહ ગ્રોવર એકબીજાથી અલગ થઈ ગયા, અભિનેત્રી કહે છે કે છૂટાછેડા પછી તેના પ્રત્યે દરેકનો અભિગમ બદલાઈ ગયો હતો.
6/9

અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, - તેના મિત્રો ઘણીવાર તેની સાથે આઉટિંગ પર જવા માટે કહેતા હતા, જોકે તે જવા માંગતી ન હતી. તેમ છતાં એકવાર તે મિત્રની મજબૂરીમાં એક રેસ્ટૉરન્ટ ગઇ હતી.
7/9

જેનિફર વિન્ગેટ જણાવ્યું હતું કે,તે રેસ્ટૉરન્ટની અંદર આવતા જ બધા તેની સામે જોવા લાગ્યા. તે બધા લોકોની આંખોમાં તેના માટે દયા હતી. અભિનેત્રીએ કહ્યું કે, બધા તેને 'પપી આંખો' થી જોઈ રહ્યા હતા. જેનિફરે કહ્યું હતું કે તે દિવસે લોકો તેની સાથે 'ગરીબ' જેવો વ્યવહાર કરતા હતા.
8/9

તેને કહ્યું હતું- જ્યારે પણ હું બહાર જતી ત્યારે લોકો મારી સામે આવી ખરાબ નજરે જોતા હતા- ઓહ બિચારી.
9/9

તેને કહ્યું હતું કે- 'આ બધું મને પરેશાન કરવા લાગ્યું. હું જાણું છું કે તમે લોકો મારા વિશે શું વિચારી રહ્યા છો, પરંતુ મને આ દયાની જરૂર નથી.
Published at : 30 May 2023 02:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
