શોધખોળ કરો
Astro Tips: બેઠાં –બેઠાં પગ હલાવવા આ કારણે છે અશુભ, જાણો શું છે વૈજ્ઞાનિક તથ્યો
બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા

પ્રતીકાત્મક
1/7

Astro Tips: બેઠા-બેઠા પગ હલાવવાને ખરાબ આદત ગણવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે, તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા
2/7

બેસતી વખતે અથવા સૂતી વખતે પગ હલાવવા એ માત્ર ખોટી આદત નથી પરંતુ તેનો જ્યોતિષ સાથે ઊંડો સંબંધ છે. શાસ્ત્રો અનુસાર ઊંચા સ્થાને ખાટલા, ખુરશી, પલંગ વગેરે પર બેસીને અથવા સૂતી વખતે પગને હલાવવાથી કુંડળીમાં ચંદ્ર નિર્બળ બનાવે છે.
3/7

આ પોઝિશનમાં રહીને પગ હલાવતા રહેવાથી ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે.
4/7

ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને કોઈ પણ કામમાં શાંતિ મળતી નથી, તે આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય કે આર્થિક સંકટથી પરેશાન રહે છે. ધન ખર્ચ વધવા લાગે છે.
5/7

બેસતી વખતે પગ હલાવવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરની સકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દરિદ્રતા રહેવા લાગે છે.
6/7

કહેવાય છે કે, પૂજામાં બેસતી વખતે પગ હલાવવાથી પૂજા અને ઉપવાસ બેકાર થઈ જાય છે. કારણ કે આ આદત વ્યક્તિની માનસિક ક્ષમતાને ઘટાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોઈ પણ બાબતમાં નિર્ણય લઈ શકતો નથી.
7/7

વિજ્ઞાનમાં પણ પગ હલાવવાને સ્વાસ્થ્ય માટે ખરાબ આદત માનવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ તરીકે વર્ણવવામાં આવી છે અને તે એક ગંભીર રોગ છે. આ રોગને કારણે હૃદય, કિડની, પાર્કિન્સન્સને લગતી સમસ્યાઓ વધી જાય છે.
Published at : 26 Apr 2023 09:30 AM (IST)
આગળ જુઓ
Advertisement