IND vs AUS 1st Innings Highlights: મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 241 રનનો ટાર્ગેટ
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.
IND vs AUS Final 1st Innings Highlights: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.
Innings Break!#TeamIndia post 2⃣4⃣0⃣ on the board!
— BCCI (@BCCI) November 19, 2023
6⃣6⃣ for KL Rahul
5⃣4⃣ for Virat Kohli
4⃣7⃣ for Captain Rohit Sharma
Over to our bowlers now 👌
Scorecard ▶️ https://t.co/uVJ2k8mWSt #CWC23 | #MenInBlue | #INDvAUS | #Final pic.twitter.com/22oteriZnE
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરની રમત રમી હતી, જેમાં ટીમ ઇન્ડિયા 240 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, આ મેચમાં ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીએ 54 રન અને કેએલ રાહુલે 66 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. ખાસ વાત છે કે, આખી ઇનિંગ દરમિયાન ભારતીય ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. કાંગારુ કેપ્ટન પેટ કમિન્સે આઇસીસી વનડે વર્લ્ડકપની ફાઇનલ 2023માં ટૉસ જીતીને રોહિત એન્ડ કંપનીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.
ભારતે 48મી ઓવરમાં 226ના સ્કૉર પર 9મી વિકેટ ગુમાવી હતી. સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરોએ ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી.
ફાઈનલ મેચમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન કેટલું નિરાશાજનક હતું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 11 થી 40 ઓવર વચ્ચે માત્ર બે બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. પ્રશંસકોએ વર્લ્ડ કપ મેચમાં આ પ્રકારની બેટિંગની અપેક્ષા નહોતી રાખી. આ પાસામાં ભારતીય બેટ્સમેનોની બાઉન્ડ્રીની સંખ્યા સૌથી ઓછી છે. આ આંકડો ખૂબ જ આશ્ચર્યજનક છે.
ભારત માટે આ મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે 67 રનની સૌથી મોટી ભાગીદારી કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 46 રન જોડ્યા હતા. રોહિત, કોહલી અને રાહુલ સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા. શ્રેયસ અય્યર, શુભમન ગિલ, સૂર્યકુમાર મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયા હતા. હવે સમગ્ર જવાબદારી બોલરો પર છે. તેની પાસેથી ખતરનાક બોલિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.