Team India: 2014થી 2023 સુધી ટીમ ઇન્ડિયાએ ગુમાવ્યા 10 ICC ખિતાબ, 4 વાર સેમિફાઇનલ તો 5 વાર ફાઇનલ હારી...
ભારતીય ટીમે ફરી એકવાર ICC ટાઇટલ ગુમાવ્યું છે. રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા 2023 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હારી ગઈ હતી
Indian Team In ICC Tournaments: ભારતીય ટીમે ફરી એકવાર ICC ટાઇટલ ગુમાવ્યું છે. રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા 2023 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હારી ગઈ હતી. છેલ્લા 9 વર્ષમાં આ પહેલીવાર નથી જ્યારે ટીમ ઈન્ડિયા ICC ટૂર્નામેન્ટ હારી હોય. છેલ્લા 9 વર્ષમાં એટલે કે 2014 થી 2023 સુધી ટીમ ઈન્ડિયાએ કુલ 10 આઈસીસી ટાઈટલ ગુમાવ્યા છે. ટીમ લગભગ કેટલીય વાર હારી છે.
છેલ્લા 10 આઈસીસી ખિતાબમાં ભારતીય ટીમ સેમિફાઈનલમાં 4 વખત અને ફાઈનલમાં 5 વખત હારી ગઈ છે. ભારતે છેલ્લી ICC ટ્રોફી 2013 (ચેમ્પિયન્સ ટ્રોફી 2013) માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં જીતી હતી. ત્યારપછી ટીમ ઈન્ડિયા આઈસીસીનો કોઈ ખિતાબ જીતી શકી નથી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લે (2011માં) ODI વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો.
ICC ટ્રોફી જીત્યાના બીજા જ વર્ષે 2014માં ભારત છેલ્લી વખત T20 વર્લ્ડકપ ફાઇનલમાં હારી ગયું હતું. ત્યારબાદ 2015 ODI વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. એ જ રીતે ટીમે 10 ICC ટાઇટલ ગુમાવ્યા. ટીમ ઈન્ડિયા 2021 T20 વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાંથી 10માંથી માત્ર એક વખત બહાર રહી હતી. આ ઉપરાંત ટીમને નૉકઆઉટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
2014 થી 2023 સુધી ભારતે ગુમાવી 10 આઇસીસી ટ્રૉફી -
2014 T20 વર્લ્ડકપ - ફાઇનલમાં હાર
2015 ODI વર્લ્ડકપ - સેમિફાઇનલમાં હાર
2016 T20 વર્લ્ડકપ - સેમિફાઇનલમાં હાર
2017 ચેમ્પિયન્સ ટ્રોફી - ફાઇનલમાં હાર
2019 ODI વર્લ્ડકપ - સેમિફાઇનલમાં હાર
2019-21 વર્લ્ડટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ – હાર
2021 T20 વર્લ્ડકપ - ગ્રુપ સ્ટેજમાંથી બહાર
2022 T20 વર્લ્ડકપ - સેમિફાઇનલમાં હાર
2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ – હાર
2023 ODI વર્લ્ડકપ - ફાઇનલમાં હાર
વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હારથી ફેન્સ નારાજ, દુકાનમાંથી ટીવી ઉઠાવીને તોડી નાખી
19 નવેમ્બર ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે ખૂબ જ નિરાશાજનક દિવસ હતો. સતત 10 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ મેચ 6 વિકેટથી જીતીને છઠ્ઠી વખત વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. હાર સાથે ભારતીયોનું દિલ તૂટી ગયું. આ જ ક્રમમાં યુપીના ઝાંસીમાં કેટલાક યુવકોએ ગુસ્સામાં દુકાનમાંથી ટીવી ઉપાડ્યા અને બહાર લાવીને તોડી દીધા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકેશ રાઇ નામના એક્સ યુઝર્સે વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે ભારતીય ટીમના ખેલાડીઓએ અમારું દિલ તોડી નાખ્યું છે. તેમના કારણે જ વર્લ્ડ કપ હારી ગયા છીએ. મેચ હાર્યા બાદ ટીવી તૂટવાના સમાચાર પાકિસ્તાનમાંથી અવારનવાર જોવા અને સાંભળવા મળતા હતા. પરંતુ આ વખતે ભારતમાંથી પણ આવા જ સમાચાર સામે આવ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક યુવકો ટીવીની દુકાન પર ઉભા રહીને મેચ જોઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા મેચ જીતતાની સાથે જ બે યુવકોએ દુકાનમાં રાખેલા ટીવી ઉપાડી લીધા હતા અને બહાર જઈને તોડફોડ કરી હતી. આ દરમિયાન દુકાનદાર તેમને વારંવાર આવું ન કરવાનું કહેતો રહ્યો. પરંતુ બંનેએ કોઈનું સાંભળ્યું નહીં. તેણે ગુસ્સામાં કહેવાનું શરૂ કર્યું કે ભારતીય ટીમના કારણે અમે મેચ હારી ગયા છીએ.