ABP Cvoter Survey: પંજાબમાં કોગ્રેસનું થશે ધોવાણ, કેજરીવાલની પાર્ટીની બની શકે છે સરકાર
ABP Cvoter Survey for Punjab Election 2022 આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.
LIVE
Background
આમ આદમી પાર્ટીને મળી શકે છે સૌથી વધુ બેઠકો
એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે અનુસાર આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે. આપને 51 થી 57 બેઠકો મળી શકે છે. જ્યારે કોગ્રેસને 38 થી 46, એસએડીને 16થી 24 અને ભાજપ અને અન્યને 0થી એક બેઠક મળી શકે છે.
પંજાબમાં કોને કેટલા ટકા મત મળી શકે છે
એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે અનુસાર પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસને 28.8 ટકા, શિરોમણી અકાલી દળને 21.8 ટકા, આમ આદમી પાર્ટીને 35.1 ટકા, ભાજપના ખાતામાં 7.3 ટકા અને અન્યના ખાતામાં 7 ટકા મત આવવાનો અંદાજ છે.
પંજાબમાં મુખ્યમંત્રી તરીકે કોણ છે લોકોની પસંદગી?
એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર પંજાબમાં 18 ટકા લોકો કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જ્યારે 22 ટકા અરવિંદ કેજરીવાલને, 19 ટકા લોકો સુખબીર બાદલને, 16 ટકા લોકો ભગવંત માનને, 15 ટકા લોકો નવજોત સિંહ સિંદ્ધુને અને 10 ટકા અન્યને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જોવા માંગે છે.
વર્ષ 2017માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શું હતી સ્થિતિ?
પંજાબની 117 બેઠકો ધરાવતી વિધાનસભા ચૂંટણી 2017માં કોગ્રેસ 77 બેઠકો જીતીને સત્તા પર આવી હતી. કોગ્રેસે અમરિંદરની આગેવાનીમાં સરકાર બનાવી હતી. શિરોમણી અકાલી દળે ફક્ત 15 બેઠકો જીતી શકી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા 20 બેઠકો જીતી રાજ્યમાં વિપક્ષી પાર્ટીનો દરજ્જો હાંસલ કર્યો હતો. ભાજપને 3 બેઠકો મળી હતી જ્યારે અન્યના ખાતામાં બે બેઠકો આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
